મુંબઈથી અમદાવાદ જતા ટેન્કરને બલેશ્વર નજીક અકસ્માત નડ્યો હતો હાઇવે પર ટેન્કરની આગળ ચાલતા કન્ટેનરના ચાલકે એકાએક બ્રેક કરતા કન્ટેનરની પાછળ ટેન્કર ધડાકા ભેર અથડાયું હતું આ અકસ્માતમાં ટેન્કર ચાલકનું કેબિનમાં દબાઈ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
વડોદરાના રનોલી GIDC વિસ્તારનીટ્રાન્સપોર્ટ કંપનીની GJ 06 AZ 6048 નંબરની ટેન્કર પર ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા રાજુ રામસૂરત યાદવ (ઉ.વ.24 મૂળ રહે.પુરેપડમીન કપૂરવા થાના શિવગઢ જલાલપૂર તા.જી.અમેઠી ઉત્તર પ્રદેશ) નાઓ ગત 12 એપ્રિલના રોજ મુંબઈની ટેન્કર લઈ વડોદરા આવવા નીકળ્યા હતા.
જે દરમિયાન રાત્રીના 9 વાગ્યાના અરસામાં પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સિમમાં ને.હા 48 પર મુંબઈ થી અમદાવાદ તરફના ટ્રેક પરથી પસાર થતી વખતે ટેન્કરની આગળ ચાલતા કન્ટેનર નંબર RJ 13 GC 0500 ના ચાલકે હાઇવે પર જ અચાનક બ્રેક મરતા પાછળ ચાલી આવી રહેલા રાજુ યાદવે ટેન્કરની પણ એકાએક બ્રેક મારી હતી.
છતાં પણ રાજુ યાદવની ટેન્કર કન્ટેનર પાછળ ધડાકા ભેર અથડાતાં રાજુભાઇનું કેબિનના દબાઈ જવાથી પેટના ભાગે ચિરાઈ જવાથી ઘટમાં સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટના અંગે મૃતકના ભાઈ ઉમાશકરએ કન્ટેનર ચાલક વિરુદ્ધ પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.