તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમબ્રાંચની કાર્યવાહી:ઘરમાં દેશી તમંચો રાખનાર ખોલવડના વૃદ્ધની અટક

પલસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાતમીને આધારે ક્રાઇમબ્રાંચની કાર્યવાહી

સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના જગદીશભાઈ કામરાજભાઈ તેમજ રોહિતભાઈ બાબુભાઇ નાઓને અંગત રાહે બાતમી મળી હતી કે મોજે ખોલવડ ગામની સીમમાં પાસોદરા પાટિયાથી ખોલવડ જતા રોડ પર આવેલ તોરણ રેસિડેન્સી પાસેના બિલ્ડિંગ નંબર B ના ફ્લેટ નંબર 202 માં રહેતા ઈસમ પાસે દેશી બનાવટનો તમંચો રાખેલ છે.

જે બાતમી આધારે પોલિસે રેડ કરતા બાતમી વાળા સ્થળેથી મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધર તાલુકાના વેળાવદર ગામના અને હાલ બાતમી વાળા સ્થળે રહેતા 63 વર્ષીય જીવણભાઈ પ્રગજીભાઈ ધાનાણી નાઓની અટકાયત કરી તપાસ હાથ ધરતા તેઓ પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો પોલિસે આ 3000 હજારની કિંમતનો તમંચાને કબ્જે લઈ કાયદેસરની કાર્ય વાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...