ચોરી:તસ્કરો 3.90 લાખનો સામાન પીકઅપમાં ચોરી ગયા રસ્તામાં ફસાતાં મૂકી જતા રહ્યા

પલસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોરીનો સામાન ભરી જતી પીકઅપને બીજે દિવસે જેસીબી બોલાવી બહાર કાઢવામાં આવી હતી. - Divya Bhaskar
ચોરીનો સામાન ભરી જતી પીકઅપને બીજે દિવસે જેસીબી બોલાવી બહાર કાઢવામાં આવી હતી.
  • પલસાણાના કારેલીમાં ઇલેક્ટ્રોનિકની દુકાનમાંથી સામાન ચોરી લઇ ગયા
  • રાત્રે જેસીબી ચાલકને બોલાવ્યો પણ તેને શંકા જતાં જતો રહ્યો હતો
  • ​​​​​​​રાત્રિના રસ્તામાં છોડી દેવાયેલી ગાડી અને પકડાયેલો આરોપી

કરેલી ગામે ઇલેક્ટ્રોનિકની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી દુકાનમાંથી તસ્કરો 3.90 લાખથી વધુનો ઇલેક્ટ્રોનિકના સમાન ચોરી ગયા હતા. ચોરીનો સમાન ભરેલો પિકપ ટેમ્પો રસ્તાની બાજુમાં ફસાઈ જતા તસ્કરો સમાન ભરેલો ટેમ્પો સ્થળ પર મૂકી ભાગી છૂટ્યા હતા. પોલીસે સમાન કબ્જે લઈ તપાસ કરતા એક આરોપી ઝડપાયો હતો.

મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાના અને હાલ સુરતના ગોડાદરા શક્તિનગરમાં રહેતા મહેન્દ્રસિંગ નથ્થુસિંગ ઠાકોર (56) પલસાણા તાલુકાના કારેલી ગામે વી.કે કોમ્પ્લેક્ષમાં રાજ ઇલેક્ટ્રોનિક અને ફર્નિચર અને મોબાઇલની દુકાન ધરાવે છે, ગત ગુરુવારે રાત્રે અજાણ્યા તસ્કરોએ મહેન્દ્રસિંગ ઠાકોરની આ દુકાનને ટાર્ગેટ બનાવી દુકાનની બારી તોડી દુકાનમાં પ્રવેશી દુકાનમાં રહેલી ઇલેક્ટ્રોનિકનો સમાન એલ. ઇ. ડી. ટીવી, પંખા, મોબાઈલ, પ્રિન્ટર લેપટોપ તેમજ પરચુરણ ઇલેક્ટ્રોનિક આઇટમો મળી 3.90 લાખની મતાની ચોરી કરી હતી.

તસ્કરોએ આ ચોરીનો સમાન સાથે લાવેલા પિકપ ગાડીમાં મુક્યો હતો, જે સમાન ભરેલી પિકઅપ ગાડી રસ્તામાં કાદવમાં ફસાઈ પડતા તસ્કરોએ રાત્રિ સમયે ગાડીને કાઢવા JCB ની મદદ લીધી હતી. જોકે, JCBના ડ્રાઇવરને અજુગતું લાગતા તે મદદ વિના જ પરત ફર્યો સવાર થઈ જતા તસ્કરો ચોરીનો સમાન ભરેલો ટેમ્પો મૂકી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બીજા દિવસે સ્થાનિકોને ચોરીનો ખ્યાલ આવતા પલસાણા પોલીસને જાણ કરી હતી. પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી દુકાનદાર પાસેથી ચોરીની ફરિયાદ લઈ દુકાન નજીક ફસાઈ પડેલા પિકપમાં ભરેલો સમાન કબ્જે કર્યો હતો.

પોલીસે ફરિયાદ આધારે અને ઘટના સ્થળેથી કબ્જે કરેલી પિકઅપ ગાડી GJ 19 Y 0391 અંગે તપાસ કરતા ગાડી માલિક અજયભાઈ રત્નલાલ માળી (31) રહે.બાલાજી કડોદરા તા.પલસાણા મૂળ.રાજસમંદ રાજસ્થાન નાઓને બોલાવી યુક્તિ પૂર્વક પૂછપરછ કરતા આ ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાની કબૂલાત કરી હતી.

તેમજ વધુ પૂછપરછમાં મુખ્ય આરોપી કૈલાસ માળી તેમજ તેના અન્ય બે સાગરીતો સંડોવાયેલા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે મુખ્ય આરોપી સહિત ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે તેમજ દુકાનમાંથી ચોરી થયેલો 3.90 લાખથી વધુનો મુદ્દામાલ, પિકઅપ સહિત 7.83 લાખનો મુદ્દમાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પીકઅપ માલિકને બોલાવી પૂછપરછ કરતા ગુનો ઉકેલાયો
પોલીસ શંકા આધારે પિક અપ ગાડીના માલિકને બોલાવી પૂછપરછ કરતા ગાડી માલિકે પોલીસને ગુમરાહ કરવા ગાડી ચોરી થયેલી છે એમ કહી ખોટી અરજીઓ બતાવી હતી. જોકે પોલીસે કડકાઇથી પૂછપરછ કરતા ગુનો કબૂલ્યો હતો. કૈલાસ માળી સહિતના 4 તસ્કરોની ટોળકી દિવસ દરમિયાન આસપાસના વિસ્તારમાં ફરી ઇલેક્ટ્રોનિક કે અન્ય દુકાનના રેકી કરી રાત્રિ દરમિયાન ટાર્ગેટ કરી ચોરી કરી ગાડીમાં સમાન ભરી લાવે છે, જે બાદમાં સસ્તા ભાવે વેચી નાખતા હોવાનું એમ.ઓ. હોવાનું આરોપીએ કબુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...