તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કડોદરામાં રસ્તો પહેલાં વરસાદમાં જ તૂટી ગયો

પલસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલકાએ હાલ માર્ચ મહિનામાં જ રસ્તો બનાવી આપ્યો હતો અને વરસાદ પડતા તૂટી ગયો હતો. - Divya Bhaskar
પાલકાએ હાલ માર્ચ મહિનામાં જ રસ્તો બનાવી આપ્યો હતો અને વરસાદ પડતા તૂટી ગયો હતો.
  • લાખો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તો માત્ર ત્રણ મહિનામાં જર્જરિત

કડોદરા નગરપાલિકાના શ્રીનિવાસી ગ્રીનસિટીનો આર.સી.સી. રસ્તો ત્રણ મહિનામાં તૂટી જતાં આમ આદમી પાર્ટી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. રસ્તાનું કામ કરનાર બારડોલીના કોન્ટ્રાકટર હિરેન દેસાઇ(મુન્નાભાઈ)એ હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરતા સામાન્ય વરસાદમાં રસ્તો તૂટી ગયો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તો માત્ર ત્રણ મહિનામાં જર્જરિત થઈ જતાં સ્થાનિકોમાં રોષ છે.

કડોદરા નગરપાલિકા દ્વારા પાલિકા વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં વિકાસના કામો કરાવવામાં આવી રહ્યા છે. નગરના શ્રીનિવાસ ગ્રીનસિટીના આર.સી.સી. રોડની કામગીરી બારડોલીના કોન્ટ્રાકટર હિરેન દેસાઇ (મુન્નાભાઈ)ને સોંપવામાં આવ્યું હતું. બારડોલીમાં પણ કામને લઈને હમેંશા વિવાદોમાં રહેલા આ મુન્ના કોન્ટ્રાકટરના કામની ગુણવત્તા સામે અનેક વખત સવાલો ઊભા થયા છે. ત્યારે તેઓ હવે કડોદરા નગરપાલિકામાં કરવામાં આવેલા કામોને લઈ વિવાદોમાં સપડાયા છે.

શ્રીનિવાસ ગ્રીનસિટીમાં 23મી માર્ચ 2021ના રોજ રસ્તો તૈયાર થયો હતો. પરંતુ સામાન્ય વરસાદ થતાં જ ત્રણ મહિનાની અંદર જ રસ્તો તૂટી ગયો છે અને કોંક્રીટમાંથી સળિયા પણ બહાર નીકળી આવ્યા છે. રસ્તો બનાવવામાં હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા પણ રસ્તાની ગુણવત્તાને લઈને કડોદરા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. અને તાત્કાલિક તપાસ કરવાની માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...