તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:12 વર્ષીય બાળા સાથે બળાત્કાર કરનાર તાંતીથૈયાથી પકડાયો, આગળ કાર્યવાહી હાથધરી

પલસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પલસાણા તાલુકાના કડોદરા ખાતે 3 દિવસ પહેલા 12 વર્ષીય સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને પોલીસે તાંતીથૈયા ખાતેથી ઝડપી પાડ્યો છે. 25 મે ના રોજ કડોદરા નગર વિસ્તારમાં મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ કડોદરામાં કૃષ્ણાનગરમાં રોશનભાઈની બિલ્ડિંગમાં રૂમ નંબર 3 માં રહેતો ઇસુરેશ ઉર્ફે શનિ રાજેન્દ્ર વિશ્વકર્માએ સગીરા પર એકલતાનો લાભ લઇ બળાત્કાર ગુજાર્યો હતો. આ વાત જો કોઈને કહેશે તો મારી નાંખવાની અને પોતે પણ ફાંસો ખાઈ મરી જવાની ધમકી આપી હતી. જોકે બાળકીએ ગભરાઈ જતા બુમાબુમ કરતાં રહીશો દોડી આવતાં આરોપી સની વિશ્વકર્મા ભાગી છૂટ્યો હતો. પોલીસે શનિ વિશ્વકર્મા વિરુદ્ધ પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથધરી હતી. કડોદરા પી.આઈ પ્રવિણ વળવીએ બાતમી આધારે તાંતીથૈયાના સોનીપાર્કેથી  આરોપી સની વિશ્વકર્માની અટકાયત કરી કાર્યવાહી હાથધરી હતી

અન્ય સમાચારો પણ છે...