આંતરિક જૂથવાદ ચરમસીમાએ:કડોદરા પાલિકાના પ્રમુખે જ ત્રિમાસિક હિસાબ નામંજૂર કરી વિરોધ નોંધાવ્યો

પલસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના શાસકોનો લાંબા સમયથી ચાલતો આંતરિક જૂથવાદ ચરમસીમાએ

કડોદરા નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં ખુદ પ્રમુખે જ આવક જાવકનો હિસાબ નામંજૂર કરી વિરોધ નોંધાવતા પાલિકાનો આંતરીક જૂથવાદ ચરમ સીમાએ આવી ગયો હતો. તેમજ પાલિકામાં કુલ 28માંથી 27 નગર સેવકો ભાજપના હોવા છતા કોંગ્રેસના નગર સેવક સંજય શર્મા સભામાં હાવી રહ્યા હતા.

કડોદરા નગર પાલિકાની સામાન્ય સભામાં એપ્રિલથી જૂન સુધીનુ ત્રિમાસિક હિસાબોનુ વાંચન કરવામાં આવ્યુ હતુ. જેમાં કડોદરા નગર પાલિકાના પ્રમુખ કલ્પેશભાઇ ટેલર દ્વારા જ હિસાબો નામંજૂર કર્યા હતા, જેમાં ઉપપ્રમુખ સંતોષબેન યાદવ સહિત ઘણા નગર સેવકોએ હાથ ઉંચો કરી બહુમતીથી હિસાબના મંજૂર કરતા શાસક પક્ષમાં જ બે ફાડચા દેખાયા હતા અને ચીફ ઓફિસર સામે રોષ કેટલાક નગર સેવકોમાં જોવા મળ્યો હતો. સભા પ્રમુખ દ્વારા પૂર્ણ થતા જ ચીફ ઓફિસર મિત્તલબેન ભાલાળા સભામાંથી ઉભા થઇ પોતાની ઓફિસમાં ચાલી નીકળતા કેટલાક નગર સેવકોએ તેમને ફરી સભા ખંડમાં બોલાવવા માટે પ્રમુખને જણાવ્યુ હતું.

આ બાબતે પણ સભામાં હોબાળો મચ્યો હતો. તેમજ 14માં નાણાં પંચની બાકી ગ્રાન્ટમાંથી કબ્રસ્તાન, સ્મશાન તેમજ નગ૨ના બાકી રહેલી ગટર અને બ્લોકના કામોનુ પણ આયોજન કરવામાં આવ્યો હતું. સ્વભંડોળ અંતર્ગત પણ વિકાસના કામો લેવાયા હતા. કોંગ્રેસનો માત્ર એક જ સભ્ય સંજય શર્માએ નગરમાં વિકાસના કામો ન થતા હોવા અંગે જણાવ્યુ હતુ. જે બાબતે શાસક પક્ષના પણ કેટલાક નગર સેવકોએ આ અંગે સંજય શર્માની વાતને ટેકો આપ્યો હતો.

કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા નગરમાં વિકાસના કામોમાં ગોબાચારી કરતા હોવાથી તેમના પણ બીલો અટકાવવા માટે ખુદ શાસક પક્ષના નગરસેવકો દ્વારા જણાવ્યુ હતુ. સભામાં પસંદગી સમિતીની નીમણૂંક માટે નિયમ મુજબ રચના કરવા જણાવ્યુ હતુ. સભામાં પ્રમુખ સ્થાને પણ વિકાસના વિવિધ કામો લેવામાં આવ્યા હતા.

સભા પૂર્ણ થતાં જ સીઓએ ચાલતી પકડી
કડોદરા નગરની સામાન્ય સભા પૂર્ણ થયા બાદ કડોદરા નગર પાલીકાના ચીફ ઓફિસર પોતાના ચેમ્બરમાં જતા રહ્યા હતા. તેમ છતાં કેટલાક નગર સેવકો દ્વારા ચીફ ઓફિસરને સભા ખંડમાં બેસવા અને વિકાસના કામો અંગે ચર્ચા કરવા માટે બેસવા માટે કહ્યુ હતુ. તેમ છતાં ચીફ ઓફીસર સભા પૂર્ણ થતાની સાથે ચાલી નીકળતા નગર સેવકોએ પણ તેમને બોલાવવા માટે સભામાં હંગામો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...