તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવજીવન:આપઘાત કરવા ગયેલા વૃદ્ધે વાંચ્યું જીવન અમૂલ્ય છે, જેથી હેલ્પ લાઇનને ફોન કર્યો અને જીવ બચ્યો

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેન નીચે પડતું મુકવા ગયેલા વાંકાનેડાના વૃદ્ધને સમજાવી પરત લવાયા

પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે પોતાના પરીવારથી અલગ એકલવાયું જીવન જીવતા એક વૃધ્ધને આત્મહત્યા નિવારણ હેલ્પ લાઇનની મદદથી વૃદ્ધને નવું જીવન મળ્યું અને પોલીસે તેમને વૃધ્ધાશ્રમમાં મોકલી આપ્યા હતા. પલાસણા તાલુકાના વાકાનેડા ગામે રહેતા આત્મારામ દુગડુ ચૌધરી ઉ.વ 63 જેઓ છેલ્લા પાંચ વર્ષથી તેમની પત્નિ તેમજ સંતાનોથી અગલ જીવન જીવતા હતા. પોતે બેરોજગાર હોવાથી તેમજ એકલવાયા જીવનથી કંટાળીને આત્મારામ ચૌધરીએ પોતે આત્મહત્યા કરવા માટે પ્રેરાયા હતા અને રેલ્વે નીચે પડતું મૂકી આત્મહત્યા કરવા માટે તેઓ ચલથાણ રેલ્વે સ્ટેશને ગયા હતા

જ્યાં તેઓએ રેલ્વે સ્ટેશને લાગેલું આત્મહત્યા નિવારણ હેલ્પલાઇનનુ બોર્ડ જોતા તેઓએ તે હેલ્પલાઈન નંબર પર કડોદરા પોલિસ મથકના ઇન્ચાર્જ પી.આઈ.ધડુકને કર્યો હતો અને પોતે ચલથાણ રેલ્વે સ્ટેશન પર આત્મહત્યા કરવા આવ્યા હોવાનુ જણાવ્યુ હતુ.

જેને લઇ કડોદરા પી.આઈ.એ સમજાવ્યા અને આવું પગલું ભરવા માટે અટકાવ્યા હતા તત્કાલિક કડોદરા પોલીસની ટીમે તેમને ચલથાણ રેલ્વે સ્ટેશનથી કડોદરા જીઆઇડીસી પોલીસ મથકે લાવી પોલીસે તેમની સાથે આત્મીયતા કેળવીને તેઓને પુછતા આત્મારામ ભાઇએ પરીવાર સાથે જવાની ના પાડી દેતા પોલીસે તેમને ડીંડોલી સ્થીત વૃધ્ધશ્રમમાં મોકલી આપ્યા હતા .આત્મહત્યા નીવારણ હેલ્પ લાઇનના બોર્ડ એક વૃધ્ધનો જીવ બચાવી લીધો હતો ત્યારે લોકોમાં પણ આ હેલ્પલાઇન જાગૃતતા આવે તો આત્મારામ જેવા અનેક વૃધ્ધોને નવું જીવન મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...