તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:તું મારા ઘરની વાત કેમ સાંભળે છે કહી પાડોશીએ મહિલાને ફટકારી

પલસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શંકાના આધારે દંપતી મહિલા પર સળિયો લઈ તૂટી પડ્યું

કડોદરા ખાતે સોસાયટી રહેતા રાજસ્થાની પરિવારની મહિલા પોતાના બાળકની રાહ જોઈ પોતાના ઘરના ઓટલા પર ઉભી હતી, જે દરમિયાન પાડોશીએ પોતાના ઘરની વાતો સાંભળતી હોવાનો વહેમ રાખી મહિલાને લોખંડના સળિયા વડે ઇજા પહોંચાડી હતી. મળતી માહિતી અનુસાર કડોદરા નગરમાં શ્રીનિવાસ ગ્રીનસીટીમાં પ્લોટ નં. 237 માં રહેતી કંચન બહેન મહેન્દ્રસિંહ રાવ (45) ગત સોમવારે બપોરના 12 વાગ્યાના અરસામાં પોતામાં ઘરના ઓટલા પર ઉભી હતી.

આસપાસના લોકોએ મહિલાને છોડાવી હતી
દુકાને સમાન લેવા ગયેલા પોતાના પુત્રની રાહ જોઈ રહી હતી. જે દરમિયાન બાજુમાં રહેતા જગદીશભાઈ સિરવી તું બહાર ઉભી મારા ઘરની વાતો કેમ સાંભળે છે એમ કહી લોખંડના સળિયા વડે મહિલા પર હુમલો કયો હતો, જે જોઈ જગદીશભાઈના પત્ની સંતોષ દેવીએ પણ કંચન બહેનના વાળ પકડી ધિક મુકકનો માર માર્યો હતો અને જગદીશભાઈનો પુત્ર સુમન પણ ત્યાં આવી મહિલાને લાત મારી હતી, જે બાદ આસપાસના લોકોએ મહિલાને છોડાવી હતી. ઇજાગ્રસ્ત મહિલાએ કડોદરા પોલિસ મથકમાં ત્રણેય પતિ, પત્ની અને પુત્ર વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...