તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ડિંડોલીથી ગુમ થયેલી પરિણીતા કડોદરા ચામુંડા હોટલ સામે મળી

પલસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતી પરિણીતા દોઢ માસ અગાઉ ગુમ થઈ ગઈ હતી. કડોદરા પોલીસે પોકેટકોપની મદદથી આ ગુમ પરિણીતાને કડોદરા ચાર રસ્તા ખાતેથી શોધી તેનો કબ્જો ડીંડોલી પોલીસને સોંપ્યો હતો.

કડોદરા પોલીસની ટીમ અપહરણ થયેલા બાળકો સ્ત્રી પુરૂષઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન કડોદરા ચાર રસ્તા ચામુંડા હોટલની સામે એક સ્ત્રી નધણિયાતી હાલતમાં કોઇની રાહ જોતી હોય પોલીસ ટીમ તેની પાસે પહોંચી સહાનુભૂતિ દાખવી સૌંહ્રદર્ય પૂર્વક તેનું નામ પૂછતાં તેણે તેનું નામ કાજલ વાલ્મીક બારૂક મઝડે (હાલ રહે, મહાદેવનગર, વૃદ્ધાશ્રમપાસે, ડીંડોલી, સુરતશહેર, મૂળ રહે, ડોંગરાઈ તા-માલેગાવ (મહારાષ્ટ્ર) ની હોવાનું જણાવ્યુ હતું. જે અંગે કડોદરા પોલીસે પોકેટકોપ મારફતે મિસિંગ પર્સન સર્ચ કરતાં આ યુવતી ડીંડોલી વિસ્તારમાંથી ગુમ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અને જે અંગે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી. જેથી પોલીસે પરિણીતાનો કબ્જો ડીંડોલી પોલીસને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો