તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:કડોદરાની સગીર બહેનોને બે પાડોશી યુવકો ભગાડી ગયા

પલસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કડોદરા વિસ્તારમાં સગીર વયની બે બહેનોને બે યુવકો ભગાવી જતા માતા-પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. કડોદરામાં રહેતી એક 16 વર્ષીય અને નાની 13 વર્ષીય બે સગીર વયની બહેનોને તેમનાં પ્રેમી ભહાડી ગયા હતા. બન્ને દીકરી શોધખોળ કરવા છતાં તેમની કોઇ ભાળ ન મળતા તેમણે કડોદરા જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ 6 માસ અગાઉ મોટી દીકરી સાથે સામે રહેતો જીગ્નેશ રમેશભાઈ સૂર્યવંશી નામનો યુવક તેની મોટી દીકરી સાથે વાતો કરતા પકડાયો હતો, અને દિકરીના માતાપિતાએ આ બાબતે મોટી દીકરી અને જીગ્નેશને ઠપકો પણ આપ્યો હતો. તેમજ તેની બાજુમાં રહેતો પ્રવીણ અશોકભાઈ બાવીશકર નાની દીકરી સાથે વધુ વાતો કરતો હતો.

જે અંગે દીકરીના માતાએ પણ પ્રવીણ અને નાની દીકરીને વાત નહિ કરવા જણાવ્યું હતું. આમ બન્ને યુવકો સાથે અગાઉ ફોન પર તેમજ રૂબરૂમાં છાનામાના વાત કરતા પણ જોવામાં આવ્યા હતા. જેથી તે બન્ને યુવકો દ્વારા જ તેમની બન્ને બાળકીઓને બહેલાવી ફોસલાવી ભાગળી ગયા હોવાનું જણાવાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...