તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનું ગ્રહણ:કડોદરા અકળામુખી હનુમાનજી મંદિરે ભરાતો લોકમેળો બીજા વર્ષે પણ મોકૂફ

પલસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
અગિયાર મુખ ધરાવતા હનુમાનજીનું ભારતમાં એકમાત્ર મંદિર - Divya Bhaskar
અગિયાર મુખ ધરાવતા હનુમાનજીનું ભારતમાં એકમાત્ર મંદિર
  • શ્રાવણના દર શનિવારે ભરાતાં મેળાનો લ્હાવો આ વર્ષે પણ નહીં

કોરોના મહામારીને કારણે કોરોના કાળમાં લડાયેલા લોકડાઉન બાદ હજુ સુધી સરકારે કેટલીક બાબતોમાં સંપૂર્ણ છૂટછાટ આપી નથી જેમાં લોક મેળાનો સમાવેશ પણ થાય છે વાત કરીએ તો પલસાણા તાલુકાના કડોદરા ખાતે ને.હા.48 ની બાજુમાં આવેલ અકળામુખી હનુમાનજી મંદિરના પટાંગણમાં યોજાતો લોક મેળો સતત બીજા વર્ષે પણ બંધ રાખવામાં આવ્યો છે જોકે મંદિર પ્રશાસન દ્વારા દર્શન ચાલુ રખાતા લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

કોરોના મહામારીએ લોકોને જાણે ભગવાનથી પણ દૂર કરી નાખ્યા હોય તેમ કોરોના કાળ બાદ હજુ સુધી બધું સામાન્ય સ્થિતિમાં થયું નથી સરકારે હજુ પણ કેટલાક અંશે પ્રતિબંધ રાખ્યો છે લોકમેળો તેમાનો એક છે આઝાદી પહેલાથી પલસાણા તાલુકાના કડોદરા નગરમાં આવેલ સુપ્રસિદ્ધ અકળામુખી હનુમાનજી મંદિરના પટાંગણમાં દર શ્રાવણ માસમાં દરેક શનિવારે ભરાતો લોકમેળો સતત બીજા વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી મોકૂફ રાખવામાં આવ્યો હતો

આ મેળામાં દક્ષિણ ગુજરાતમાં વિવિધ ગામોથી હજારોની સંખ્યામાં લોકો અહીં આવી મંદિરના દર્શન કરી મેળામાં આનંદપ્રમોદ કરી લોકમેળા લ્હાવો લેતા હોઈ છે મેળો મોકૂફ રાખતા વિવિધ રાજ્ય માંથી આવતા નાના વ્યાપારીઓની રોજગારીને સીધી અસર પહોંચી હતી જોકે મંદિર પ્રશંસાન દ્વારા હાલના સમયમાં મંદિર દર્શન માટે ખુલ્લું મુકાતા ભાવિક ભક્તોએ અકળામુખી હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

મોદીથી લઈ વિવિધ નેતાઓ અહીં દર્શન કરી ચુક્યા છે
અકળામુખી હનુમાનજી મંદિર લોકોનું અસ્થાનું કેન્દ્ર હોવાથી સાથે નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ અહીં રાજકીય રેલી યોજાય હતી જે વખતે પ્રધાન મંત્રી તેમજ હાલના ગૃહ મંત્રી અમિતશાહ સહિતના ઘણા નામચીન નેતાઓ અહીં હનુમાનજીના દર્શન કરી આર્શીવાદ લઈ ચુક્યા છે

અન્ય સમાચારો પણ છે...