તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમલગ્નની અદાવત:સસરાએ મિત્ર સાથે મળી જમાઈનું અપહરણ કરી પતાવી દીધો

પલસાણા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અંત્રોલીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો

સુરત શહેરના પર્વત પાટીયા સ્થીત રહેતા એક યુવકે પલસાણા તાલુકાના વરેલી ગામની એક યુવતી સાથે ચાર વર્ષ અગાઉ પ્રમલગ્ન કરી લીધા હતા. જે બાબતે યુવક સાથે ફોન પર યુવતીના પિતાનો ઝગડો થતો હતો, દરમ્યાન યુવતીના પિતાએ પ્રેમલગ્નની અદાવત રાખી, અઠવાડિયા પહેલા યુવકનું અપહરણ કરી અંત્રોલી ગામે લઇ જઇ હત્યા કરી લાશ ઝાડીમાં ફેંકી દેવામાં આવી હતી, યુવતીએ પતિના ગુમ થવા બાબતે પોલીસમાં ફરિયાદ કરી હોય, અને શંકા પિતા પર વ્યક્ત કરતા આખાર હત્યાનું રહસ્ય ખુલ્યું હતું. યુવકની હત્યા સસરાએ અન્ય રીક્ષા ચાલકની મદદ લઇ કરી હોવાનું બહાર આવ્યું છે.

ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરત શહેર પરવત પાટીયા સ્થીત સતોષ નગરમાં રહેતા રાહુલ શંકર પ્રસાદ શાહ (32) જેઓએ 4 વર્ષ અગાઉ પલસાણા તાલુકાના વરેલી ગામે ગીત ગૌવીંદ સોસાયટીમાં પરીવાર સાથે રહેતી સ્વીટી નામની યુવતી સાથે પ્રેમ થયો હતો. ત્યારબાદ પ્રેમલગ્ન કરી ભાગી ગયા હતા. જેને કારણે સ્વીટીના પિતા મનોજ નંદપ્રસાદ ઝા જમાઈ રાહુલની સાથે અવાર નવાર ફોન પર ઝગડો કરતા હતા.

દરમ્યાન પોતાની દીકરીની સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરી લીધા હોવાની અદાવત રાખીને મનોજનંદ પ્રકાશનાઓએ 8 દીવસ પહેલા તેના મિત્ર રણજીત જે રીક્ષા ચલાવે છે, તેની સાથે ભેગા મળીને તેમની એક્ટીવા નંબર GJ 19 BB 8868 પર મારી નાખવાના ઇરાદે વાંકાનેડા ગામથી તેનું અપહરણ કરી ગયા હતા. અપહરણ બાદ જમાઇને ઢીક મુકકાનો માર મારતા મારતા અંત્રોલી ગામની સીમમાં રીંકુ સ્કુલની સામે આવેલ ખુલ્લી ઝાડીઓમાં લઇ જઈ રાહુલના ગળે કાપડની ટુકડા વડે ગળે ટુંપો આપી બ્લેડ વડે ગળાના ભાગે ઘા મારી તેની ઠંડા કલેજે હત્યા કરી હતી, ત્યારબાદ લાશ કોઇને મળે નહીં તેમ ઝાડીઓમાં ફેકી દઈ બન્ને આરોપીઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

બીજી તરફ અઠવાડિયા પહેલા ગુમ થયેલ પતિ અંગે સ્વીટીએ કડોદરા પોલિસ મથકમાં પતિના ગુમ થવા અંગેની જાણવા જોગ ફરિયાદ આપી હતી. અને પોતાના પિતા પર શંકા વ્યક્ત કરી હતી. કડોદરા પોલિસે આ દિશામાં તપાસ કરી સસરાની પૂછપરછ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. યુવતીના પિતા તેમજ રીક્ષાના ડ્રાઈવરને પોલીસે અટક કરી, યુવકની લાશનો કબ્જો લીધો હતો. કડોદરા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવક યુવતીના પ્રેમલગ્ન બાદ સસરાએ જમાઈની હત્યા કરતા પ્રેમ લગ્નમાં આવેલ કરૂણ અંજામને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો