તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રવિવારે વહેલી સવારે મળસ્કે 4 વાગ્યાના અરસામાં એક આઇસર નંબર DN 09 U 9622 ના ચાલક ટેમ્પામાં ગ્રે કાપડના પાર્સલ ભરી મુંબઈ થી અમદાવાદ તરફ ને.હા.48 પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન કડોદરા પાસેથી પસાર થતી વેળાએ એકાએક ટેમ્પના કેબિનના ભાગે આગ ભભૂકી ઉઠી હતી. જેથી ડ્રાઇવરે સતર્કતા દાખવી સળગતા ટેમ્પાને નજીકના સર્વિસ સ્ટેશન સુધી લઇ ગયો હતો.
જ્યા સર્વિસ સ્ટેશનના કામદારોને ઉઠાડી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો જે બાદ ફાયર વિભાગને જાણ કરતા પલસાણા PEPL ની ફાયરના ફાયર ફાઈટરોએ આગને કાબુમાં લઈ મોટુ નુકશાન ટાળ્યું હતું હોકે આઇસર ટેમ્પના આગળનું કેબીનનો ભાગ તેમજ પાછળ મૂકેલું ગ્રે કાપડના પાર્સલ ઓછાવત્તા પ્રમાણ માં બળી ગયા હતા.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.