તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી:ચલથાણના વિવાદીત તલાટીની આખરે બદલી

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિકાસકામોનું ટેન્ડર ખોલી નાખ્યું હતું

પલસાણાની ચલથાણ ગ્રામ પંચાયત તલાટી કૌશિક પ્રજાપતિની આખર મહુવા તાલુકાનાં કાની-જોળ ખાતે બદલીનો હુકમ થયો હતો બે કરોડના વિકાસના કામોનું ટેન્ડર બારોબાર ખોલી નાંખવાના પ્રકરણે વિવાદમાં સપડાયા હતા.

ચલથાણ પંચાયતના તલાટી કૌશિક પ્રજાપતિના વહીવટ બાબતે વિવાદ સર્જાતો હતો. માનીતા કોન્ટ્રાકટર અજય મહેતાને બે કરોડના વિકાસના કામો મળે તે માટે નિયમ વિરુદ્ધ ગ્રામ પંચાયતની મિટિંગમાં ટેન્ડરનું કવર ખોલવાની જગ્યાએ બારોબાર ઓફિસમાં ટેન્ડરનું કવર ખોલી નાંખ્યું હતું, જે બાબતે ગ્રામ પંચાયત સભ્ય ભોળાભાઈ બુધેલીયાએ TDOથી લઈ ગાંધીનગર સુધી ફરિયાદ કરી હતી.

ફરિયાદ બાદ તપાસ થઇ હતી. ઉપરાંત ઘણા સમયથી ઉપસરપંચ સહિત કેટલાક સભ્યો સાથે રકઝક ચાલતી હતી. આખર વિવાદિત તલાટીની મહુવાનાં કાની-જોળ બદલી કરી દેવાઇ છે તેમની જગ્યાએ માંડવીનાં દેવગઢ ગ્રામ પંચાયતના તલાટી સુનિલ દેસાઇની નિમણૂક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...