તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:માથાભારે બુટલેગર અને વોન્ટેડ આરોપી અંત્રોલીથી ઝડપાયો

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓલપાડ પોલીસ સ્ટેશનના આર્મ એક્ટના ગુનામાં તથા યુ.પીના ભદોહી પોલીસ સ્ટેશનના ગુનામાં વોંટેડ આરોપી રોહિત વાંસફોડિયા ઉર્ફે રોહિત બુચાને કડોદરા પોલીસની ટીમે અંત્રોલી ગામે ભૂરી ફળિયા ખાતેથી ઝડપી પાડ્યો હતો.7 જાન્યુઆરી 2021ના રોજ ઓલપાડનાં અટોદરાની હદમાં સ્વર્ગ રેસીડન્સી ખાતે મકાનમાંથી ઈશ્વર રમેશ વાંસફોડિયા (રહે, અંત્રોલી, ભૂરી ફળિયા, તા-પલસાણા)ને પોલીસે દેશી પિસ્તોલ તેમજ જીવતા કારતૂસ તેમજ એક કાર અને મોબાઇલ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે આ દેશી પિસ્તોલ તથા કારતૂસ આપનાર રોહિત દિનેશ વાંસફોડિયાને પોલીસે વોંટેડ જાહેર કર્યો હતો.

ત્યારબાદ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસની ટીમને બાતમી મળતા તેમણે અંત્રોલી ભૂરી ફળિયા ખાતેથી રોહિત ઉર્ફે રોહિત બુચો દિનેશ વાંસફોડિયાને પકડી પાડ્યો હતો. પકડાયેલા આરોપી રોહિત યુ.પીના ભદોહી પોલીસના ગુનામાં વોંટેડ હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રવીણ સોમા વાંસફોડિયાને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...