તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:બાળકે રમત-રમતમાં ફ્રીઝને અડક્યું, કરંટ લાગતા મોત

પલસાણા16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પલસાણાના એના ગામની ઘટના

પલસાણાના એના ખાતે રહેતા રાઠોડ પરિવારનો 5 વર્ષીય બાળક રમતા રમતા ફ્રીઝ પાસે ગયો અને ફિઝના નીચેના ભાગને અડતા વીજ કરન્ટ લાગ્યો હતો.જેને સારવાર હેઠળ પી.એસ.સી કેન્દ્ર પર લઈ જવાતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના એના ગામે નવી ગિરનાર ફળિયામાં રહેતા કલ્પેશભાઈ મુકેશભાઈ રાઠોડ છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેઓને બે સંતાનો છે જે પૈકી મોટો પુત્ર રિતેષ ગત બુધવારે સાંજના 5 વાગ્યાના અરસામાં પોતાના જ ઘરમાં રમતો રમતો ફ્રીઝ નજીક ગયો હતો, અને ફ્રીઝના નીચેના ભાગને અડતા તેને વીજ કરન્ટ લાગ્યો હતો.

ઘટના બાદ રિતેશને પલસાણા ખાતેની પી.એસ.સી કેન્દ્ર સારવાર હેઠળ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે રિતેશને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે પલસાણા પોલિસ અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો