હુમલો:મેન્ટેનન્સ બાબતે રકઝક થતા બિલ્ડિંગ પ્રમુખના પુત્રએ દુકાનદારને ચપ્પુ માર્યું

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોળવા ગામે આવેલા ધર્મનંદન કોમ્લેક્સમાં બનેલી ઘટના

ગત 4 ઓક્ટોબરના રોજ જોળવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક રેસિડેન્સી કોમ્પ્લેક્ષમાં આવેલ મોબાઈલ દુકાનદાર સાથે બિલ્ડિંગના ઇન્ચાર્જ સાથે મેન્ટનન્સ બાબતે રકઝક થઈ હતી. જેમાં બિલ્ડિંગના ઇન્ચાર્જ તેમજ તેના પુત્રે દુકાનદાર પર તૂટી પડી દુકાનદાર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ઘટનામાં દુકાનદારને નાકના ભાગે વાગતા લોહીલુહાણ થયું હતું. નાકનું ફ્રેક્ચર થતા સારવાર હેઠળ ખસેડવામાં આવતા યુવાને પિતા-પુત્ર વિરુદ્ધ પલસાણા પોલીસ મથકના ફરિયાદ આપી હતી.

મૂળ ઝારખંડના ધનબાદ જિલ્લામાં અને હાલ પલસાણા તાલુકાના જોળવા ગામે સાઈબા મિલની આગળ મોરાર ઇન્ડસ્ટ્રીઝની ગલીમાં આવેલ ધર્મનંદન કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ શુભલક્ષ્મી મોબાઈલ નામની દુકાનમાં રહેતા અનિકેતકુમાર વિશ્વનાથ શર્મા (26) દુકાનમાં રહીને મોબાઇલની દુકાન ચલાવે છે ગત 4 ઓક્ટોબરના સોમવારના રોજ રાત્રીના સમયે દુકાનમાં હાજર હતા ત્યારે તેઓની દુકાનની પાછળના ભાગે કઈક તૂટવાનો અવાજ આવતા તેઓ દુકાનના પાછળના ભાગે ગયા જ્યાં બિલ્ડિંગના ઇન્ચાર્જ પપ્પુ ગુપ્તા અને તેની પત્ની સુનિતા દેવી દુકાનનું પાણીનો પાઇપ તોડી રહ્યા હતા જેથી અનિકેત કુમારે પાઇપ તોડવાનું કારણ પૂછતાં છેલ્લા કેટલાક મહીનાનું મેન્ટનન્સ બાકી હોવાથી પાઇપ તોડતાં હોવાનું જણાવ્યું જે બાદ અનિકેતે બિલ્ડિંગના માલિક વિજયભાઈ નાઓને ફોન કરી ઇન્ચાર્જ સાથે વાત કરવા ફોન આપ્યો તો ઇન્ચાર્જની પત્ની સુનિતા દેવીએ ઉશ્કેરાયને ફોન ફેંકી દીધો હતો જે બાદ અનિકેત પોતાની દુકાનમાં ગ્રાહક હોવાના કારણે ચાલ્યો ગયો હતો.

થોડી વાર બાદ એકાએક ઇન્ચાર્જ પપ્પુ ગુપ્તા અને તેનો પુત્ર બીટ્ટુ કુમાર તેનો નાનો ભાઈ અંકિત કુમાર અને પપ્પુ ગુપ્તાની પત્ની સુનિતા દેવી અનિકેતની દુકાનમાં આવ્યા અને મેન્ટનન્સ બાબતે ફરી રકઝક કરવા લાગ્યા એ વખતે બીટ્ટુ કુમાર ઉશ્કેરાયનેને અનિકેતના ચહેરા પર ચપ્પુ વડે હુમલો કર્યા હતો જેમાં અનિકેત કુમારને નાકના ભાગે ચપ્પુનો ઘા વાગ્યો હતો સુનિતા દેવીએ અનિકેતને ધમકી આપતા કહ્યું હતું કે આ વખતે તું બચી ગયો બીજી વાર મગજ મારી કરશે તો જાનથી મારી નાખીશુ અને તારી ગાડી પણ તોડી નાખીશું અનિકેત દુકાનમાં લોહીલુહાણ હાલતમાં તડાફડી રહ્યો જે જોઈ આસપાસ લોકોએ અનિકેતને નજીકના દવાખાને દાખલ કર્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર બાદ બારડોલીની સુદીપ હોસ્પિટલમાં તેઓનું નાકનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જોકે અનિકેતે ઘટના ગણતરીના મિનિટોમાં પલસાણા પોલીસ મથકમાં અરજી આપી હતી જે બાદ અનિકેતે શનિવારનાં રોજ પલસાણા પોલીસ મથકના ઇન્ચાર્જ પપ્પુ ગુપ્તા અને પુત્ર વિરુદ્ધ ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...