ક્રાઇમ:ડાંભા પાસે નહેરમાંથી જોળવાના યુવકની લાશ મળી

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પલસાણા તાલુકાનાં ડાંભા ખરભાસી રોડ નજીક કેનાલમાંથી એક યુવકની લાશ મળી આવી હતી. પલસાણા તાલુકાનાં જોળવા ગામે રહેતા અને મૂળ મહારાષ્ટ્રના અધિકાર રામચંદ્ર સોનવણે (ઉ.વર્ષ 41) ગત 17મી ઓક્ટોબરના રોજ ઘરેથી ગુમ થઈ જતાં પરિવારજનોએ શોધખોળ આરંભી હતી. તે દરમ્યાન ડાંભા ગામે તેમની તસવીર બતાવતા જાણવા મળ્યું હતું કે ડાંભા ખરભાસી રોડ નજીકથી પસાર થતી કેનાલમાંથી એક વ્યક્તિની લાશ મળી આવી છે.

આથી પરિવારજનો કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરતાં લાશ અધિકારની જ હોવાની ઓળખ થઈ હતી. મૃતક કોઈ કારણોસર નહેરના પાણીમાં ડૂબી ગયો હોવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી અમોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...