પલસાણાની મિલમાં દુર્ઘટના:રતનપ્રિયા મીલની ટાંકી ફાટતા ગરમ પાણીનાં ફૂવારાં ઉડ્યાં, દાઝેલા કામદારોમાંથી 1નું મોત, 1ની હાલત નાજુક

પલસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પલસાણાના ગુજરાત ઇકો પાર્કમાં રતનપ્રિયા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં ટાંકી ફાટતા સર્જાયેલી તબાહી. - Divya Bhaskar
પલસાણાના ગુજરાત ઇકો પાર્કમાં રતનપ્રિયા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં ટાંકી ફાટતા સર્જાયેલી તબાહી.
  • ગંભીર રીતે દાઝેલા બીજા કામદારની હાલત હાલ નાજૂક

પલસાણા ખાતે ઔદ્યોગિક વિસ્તાર આવેલી મિલમાં રવિવારે સવારે એક બોઈલર વિભાગમાં વેસ્ટ પાણીની ટાંકી ધડાકા ભેર ફાટી જતા ગરમ પાણીના ફુવારા ઉડ્યા હતા, જ્યાં બે કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા. જ્યાં બે પૈકી એકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના સ્થળે પોલીસ કે ફેકટરી ઇન્સ્પેક્ટર પહોંચે તે પહેલાં મિલ તંત્ર દ્વારા મિલની નુક્શાનીનું સમારકામ શરૂ કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો હતો. જોકે પોલીસ તપાસમાં મૃતક સગીર હોવાનું બહાર આવ્યું હતું.

પલસાણા ખાતે આવેલ ગુજરાત ઇકો પાર્કમાં રતનપ્રિયા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં રવિવારના રોજ સવારના સમયે એક બોઇલર વિભાગમાં બોઇલરના ગરમ વેસ્ટ પાણીની ટાંકી (બ્લો ડાઉન ટાંકી) ધડાકા ભેર ગરમ પાણીનો પાઇપ ફાટી જતા ગરમ પાણીના ફુવારા ઉડતા હતા. જેમાં ઘટના સ્થળ નજીક કામ કરતા બે કારીગર દિનેશભાઈ રાવલસિંગ રાઠવા(20) સહિત 17 વર્ષ 3 મહિનાનો એક સગીર મજૂર શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. જેને તત્કાલિક નજીકની પલસાણા ખાતે ઓમ શિવમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યા સગીર મજુરની હાલત ગંભીર હોવાથી નજીકની ચલથાણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમજ દિનેશ રાઠવા પણ હાલત ગંભીર હોવાનું જણાય આવ્યું છે ઘટના અંગે પલસાણા પોલીસ સ્થળે પર જઈ તપાસ કરે તે પહેલાં જ મિલ તંત્ર દ્વારા નુકશાનીનું સમારકામ શરૂ કરી દેતા વિવાદ સર્જાયો હતો પલસાણા પી.આઈ.સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી તપાસ હાથધરી છે. મિલ કામદારોના જણાવ્યા અનુસાર ધડાકો એટલો જોરદાર થયો હતો કે ટાંકીના ટુકડા અને પતરાં બાજુની સ્પ્રેકટર્મ મિલમાં પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...