ધરપકડ:લોકોને વિશ્વાસમાં લઇ તેની બાઇક માંગી રફુચક્કર થતો ઠગ ઝડપાયો

પલસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લાના માંડવી તાલુકાના સારા ઘરનો યુવક લોકોને વિશ્વાસમાં લઇ તેઓનું બાઇક લઇ નાસી જતો હતો. જેને કડોદરા પોલીસે બાતમીને આધારે અંત્રોલી નજીકથી ઝડપી પાડ્યો હતો. ઉપરાંત બારડોલી પોલીસ મથકે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી તેની પાસેથી પોલીસે પાંચ બાઇક પણ કબજે કરાઇ છે.કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફ૨જ બજાવતા હરેશભાઇ ચૌધરી તેમજ ભૌતિકભાઇ ચૌધરીને બાતમી મળી હતી કે એક બોલ બચ્ચન ઇસમ લોકોને વિશ્વાસમાંલઇ મોટી મોટી વાતોમાં ફસાવી તેઓનુ બાઇક લઇ નાસી જતો.

જે હાલ અંત્રોલી સ્થિત હોવાની બાતમી આધારે સુરત કડોદરા રોડ પર વોચ રાખી અંત્રોલી નજીકથી પોલીસે પૃથ્વીરાજ સીંહ ઉર્ફે સબરી ઉર્ફે મછરા સરદારસીંહ ગોહીલ (27) ૨હે.નરથાણા ગામ, ઓલપાડ મુળ: તરસાડાબાર તા,માંડવીને જડપી પાડી તેની પાસેથી પાંચ બાઇક કીમત રૂપીયા 1.10 લાખનો મુદ્દામાલ કબજે કરી બારડોલી પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલી આગળની તજવીજ હાથધરી છે.

આરોપીએ 15 ગુના કબૂલ્યા
યુવક વેલસેટ પરિવારનો હોવાનું બહાર આવ્યું હતું માત્ર મોજશોખ માટે યુવક લોકોને વિશ્વાસમાં લઇ મોટરસાઇકલ લઈ નાસી જતો હતો આરોપીએ પોલિસ સમક્ષ 15 જેટલા ગુન્હા કબૂલ્યા હતા તેમજ 5 મોટરસાઇકલ કબ્જે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...