તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોતનો મલાજો ન જળવાયો:એના ગામે વર્ષોથી કમાયેલી આબરૂ હળપતિના અંતિમ સંસ્કારમાં સ્વાહા થઈ, પહેલાં 2500 આપો પછી જ સ્મશાનની ચાવી મળશે

પલસાણા8 મહિનો પહેલા
 • કૉપી લિંક
હળપતિ સમાજના લોકો ભેગા મળી ગામના પાદરે નકામા સિમેન્ટના વીજળીના થાંભલા તોડી ચિતાની સગડી બનાવી હતી, તેના પર લાકડાની ચિતા બનાવી અગ્નિ સંસ્કાર કર્યો હતો. - Divya Bhaskar
હળપતિ સમાજના લોકો ભેગા મળી ગામના પાદરે નકામા સિમેન્ટના વીજળીના થાંભલા તોડી ચિતાની સગડી બનાવી હતી, તેના પર લાકડાની ચિતા બનાવી અગ્નિ સંસ્કાર કર્યો હતો.
 • સ્મશાનની ચાવી ન અપાતા ગામના પાદરે અને મહિલાઓ-બાળકોની અવરજવર હતી ત્યાં ચિતા બનાવાઈ
 • સિમેન્ટના વીજ પોલને ચિતાનો પાયો બનાવ્યો, લાકડાં પણ લોકો પાસેથી માંગીને આખરે વિસામા પાસે મૃતકને અગ્નિદાહ અપાયો

એના ગામ પેરિસ તરીકે નામના ધરાવે છે. મંગળવારે એક આદિવાસીની અંતિમવિધિ માટે સ્મશાનગૃહની ચાવી લેવા ગયા તો, ભાડું વધારી દેવામાં આવ્યું છે, પહેલા પૈસા આપો પછી જ ચાવી મળશે. મોતનો મલાજો ના જાળવતા હળપતિ સમાજના લોકોએ રોષે ભરાઇ મૃતદેહને ગામના પાદરે જાહેર રસ્તા પર અગ્નિસંસ્કાર કર્યા હતા. આ ઘટનાનો વીડિયો વહેતો થયો હતો.

પહેલાં 2500 આપો પછી જ ચાવી મળશે કહેતા વિવાદ સર્જાયો
ગામના હળપતિ સમાજના આગેવાન તેજશ રાઠોડે ઘટનાની માહિતી આપતા જણાવ્યુ હતું કે એનાના સોની ફળિયા ખાતે રહેતા મોહનભાઇ સુરેશભાઇ રાઠોડનું મંગળવારે બીમારીથી અવસાન થતાં સ્મશાન ભૂમિમાં મૃતદેહને અગ્નિદાહ સ્મશાનભૂમિની ચાવી માટે સમાજના આગેવાનો સંચાલકો પાસે ગયા હતા. પરંતુ તેમણે સ્મશાનભૂમિનું ભાડું 1100 થી વધારીને 2500 કરી દેવામાં આવ્યું છે, જેથી ચાવી રાખનાર ધર્મેશ મૈસૂરિયાએ પહેલાં 2500 આપો પછી જ ચાવી મળશે કહેતા વિવાદ સર્જાયો હતો.

સ્થાનિક હળપતિ સમાજમાં રોષ ફેલાયો
આ હકીકતથી આદિવાસી સમાજના લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. ગામના પાદરે જ્યાં મૃતદેહને વિસામો આપે છે ત્યાં વીંઝોળીયા રોડ પર જાહેરમાં જ મોહનભાઈના મૃતદેહને અગ્નિસંસ્કાર આપ્યા હતા. અગાઉ 1100 રૂપિયા ભાડું હતું. ત્યારે પણ હળપતિ સમાજના લોકો ભાડા પેટે જે તે પરિવારને યથાશક્તિ મદદ કરતાં હતા, પરંતુ ભાડું વધારતા તેમના માટે આટલા રૂપિયા કાઢવા મુશ્કેલ બની ગયા હોવાનું જણાવ્યું હતું. લાકડાના વ્યાપારીએ લાકડા મફત આપવાનું જણાવવા છતાં પણ સંચાલકો એકના બે નહિ થતા સ્થાનિક હળપતિ સમાજમાં રોષ ફેલાયો હતો.

સ્મશાનભૂમિની ઉપજાવી કાઢેલી ઉડાઉ વાતો છે
સ્મશાન ગૃહ ગામ સમિતિ દ્વારા સંચાલિત છે, જેથી નિભાવ ખર્ચ પેટે અમે અમુક રકમ લઈએ છીએ. આ ઘટનામાં પણ આમ જ હતું. અમે એવું કહ્યું જ નથી કે પહેલા રૂપિયા લાવો. આ બધી ઉપજાવી કાઢેલી ઉડાઉ વાતો છે. બદનામ કરવાનું કાવતરું છે.> અતુલ પટેલ, સ્મશાન ગૃહ સમિતિ સભ્ય, એના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો