તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:પલસાણામાં તસ્કરો મેદાનમાં, પોલીસ નિંદ્રામાં, એનામાં સપ્તાહમાં ચોથી ચોરી

પલસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પલસાણા તાલુકાના મોટાભાગના ગામોમાં ચોરીની ઘટનાઓ પણ ‌વધી છે પલસાણાનું એના ગામમાં છેલ્લા એક અઠવાડિયામાં મંગળવારે રાત્રીએ ચોથીવાર ચોરી થતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

પલસાણા તાલુકાના અંતરિયાળ ગામોમાં દિવસેને દિવસે નાનીમોટી ચોરીના બનાવો વધી રહ્યા છે.પલસાણાના એના ગામને તસ્કરોએ ટાર્ગેટ બનાવતા છેલ્લા એક અઠવાડિયામાં મંગળવારે ચોથીવાર ચોરી થતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે એ વખતે તસ્કરો રિલાયન્સ કંપનીના ટાવરને ટાર્ગેટ બનાવી ટાવરમાં લગાવેલા કોપરના વાયરો ચોરી ગયા હતા એના ગામે રહેતા અને ખેતી કરતા મનોજભાઈ રમણભાઈ પેટલના ખેતરમાં રિલાયન્સ કંપનીના મોબાઈલનો ટાવર લગાવડવામાં આવ્યો છે.અને ટાવરની ફરતે દીવાલ કરી ફેનસિંગ કરી દીવાલ પર કોઈ ચઢે નહિ એ માટે કાચના ટુકડાઓ પણ લગાવવામાં આવ્યા છે તેમ છતાં તસ્કરોએ મંગળવારે રાત્રીએ દીવાલ કૂદી ચાલુ મોબાઈલના ટાવર માંથી કોપરના વાયરની ચોરી કરી હતી બીજા દિવસે ખેતરના માલિકને જાણ થતાં તેઓએ લાગતા વળગતા અધિકારીને જાણ કરી હતી તો બીજી તરફ નિયોલ ગામમાં પણ એક બંધ મકાનના તાળું તૂટતા ફફડાટ ફેલાયો હતો આમ પલસાણા તાલુકામાં વિવિધ ગામોમાં છેલ્લાં કેટલાય સમયથી ચોરીની ઘટનાઓ વધી હતા પોલિસ પેટ્રોલીંગ સામે સળગતા સવાલો ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...