શુભ શરૂઆત:ચલથાણ સુગરમાં અગિયારસના શુભ મુહૂર્તમાં પીલાણના શ્રીગણેશ

પલસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન તમામ સુગર મીલમાં ચલથાણ સુગર ફેક્ટરી પણ એટલી જ અગ્રિમતા ધરાવે છે. દિવાળીના પ્રથમ અગિયારસના દિવસે ચલથાણ સુગર ફેક્ટરી પ્રમુખ કેતનભાઈ પટેલ દ્વારા પૂજા અર્ચન સપન્ન કરી ચાલુ વર્ષનો શેરડી પિલાણ પ્લાન્ટ શુભ શરૂઆત સાથે શરૂ કરી દેવાયો હતો જે પ્રસંગે તમામ ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા.

ચલથાણ સુગર મીલના ચેરમેન કેતનભાઈ પટેલના નેતૃત્વમાં મીલ ઉત્તરોત્તર પ્રગતિના આયામો શર કરી રહી છે જેનો સીધો લાભ ખેડૂતો તથા સભાસદોને મળી રહ્યો છે. ત્યારે હાલ ચલથાણ સુગરમાં આવતી ખેડૂતોની શેરડી કાપણી માટેના મજૂરો પણ પડાવો પર આવી ચુક્યા છે તો બીજીતરફ ચાલુ વર્ષ માટે ચલથાણ સુગર પાસે નવથી દસ લાખ ટન શેરડીનો પુરવઠો હોવાને કારણે નિશ્ચિત ટાર્ગેટ પૂર્ણ કરવા પરત્વે ચેરમેન કેતનભાઈ પટેલ દ્વારા વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...