તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:ગેરકાયદે આકારણી મુદ્દે સરપંચનું રાજીનામું પરંતુ તલાટી વિરુદ્ધ કાર્યવાહી નહી થતાં રોષ

પલસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

બગુમરા ગામે બિનઅધિકૃત બાંધકામની આકારણી બાબતે થયેલા વિવાદ બાદ મહિલા સરપંચ તેમજ તત્કાલિન તલાટી ક્રમ મંત્રી વિરુદ્ધ આક્ષેપ થયા બાદ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આવતા મહિલા સરપંચે રાજીનામું મૂકી દીધું હતું. જોકે આ સમગ્ર પ્રકરણમાં તત્કાલિન તલાટી ને પાછલા બારણે બચાવી લેવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.

પલસાણા તાલુકાનાં બગુમરા ગામે તિરુપતિ, વૃંદાવન-એ બિલ્ડીંગ, વૃંદાવન-બી બિલ્ડીંગ, મારુતિનંદન-એ બિલ્ડીંગ, મારુતિ નંદન-બી બિલ્ડીંગ, ગણેશ રેસીડન્સી નામના કોમોર્શિયલ તેમજ રહેણાંક બાંધકામમાં સરકારી રેકોર્ડ સાથે ચેડાં કરી બગુમરા ગામના ઇન્ચાર્જ તલાટી ક્રમ મંત્રી શિવપુરી શંકરપુરી ગૌસ્વામીએ ગ્રામપંચાયતની સામાન્ય સભા બોલાવ્યા વગર આકારણી કરી દીધી હતી. ગત તા-31-07-2020 થી 14-08-2020 સુધી બગુમરા ગામના રેગ્યુલર તલાટી ક્રમ મંત્રી રજા ઉપર હતા તે દરમ્યાન અગાઉ આ ગામના તલાટી રહી ચૂકેલા ગૌસ્વામી જેઓ તાતીથૈયા મુકામે તલાટી હોય તેમને બગુમરાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જેઓ બગુમરા ગામેથી દફ્તર તાતીથૈયા ખાતે લઈ ગયા બાદ બિન અધિકૃત રીતે તિરુપતિ એપાર્ટમેંટના ફ્લેટ અને દુકાન મળી 38 મિલકતની તેમજ વૃંદાવન સોસાયટીની 42 મિલકત, વૃંદાવન-બી માં 38 મિલકત, મારુતિ નંદન-એ અને બી મળી 91 મિલકત તેમજ ગણેશ રેસીડન્સીમાં 45 મિલકતની કોઈપણ જાતના આધાર પુરાવા વગર આકારણી કરી દીધી હતી. અને ગામના દફતરે આ મિલકતો ચઢાવી દીધી હતી. આ દરમ્યાન તલાટી એ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવા ના આક્ષેપો થઇ રહ્યા છે.આ બાબતે ગામના સત્તાધીશોએ પણ લેખિત ફરિયાદ જિલ્લા વિકાસ અધિકારીને કરી હતી જોકે હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

બગુમરાના પૂર્વ તલાટી હાલ તાંતીથૈયામાં નિયુક્ત
હાલ તાંતીથૈયા ગામના તલાટી તરીકે ફરજ બજાવતા શિવપુરી ગોસ્વામી અગાઉ બગુમરા ગામે 2019 માં ફરજ બજાતા ત્યારે પણ ગેરકાયદે આકારણીનો મામાલો ગાજયો હતો જોકે તે વખતે માત્ર ખાતાકીય બદલી કરી મામલો રફેદફે કરવામાં આવ્યો હતો આજે ફરી પાછું આકારણી મામલે મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે છતાં પણ કાર્યવાહી નહિ થતા ઉપલા અધિકારીઓની કામગીરી શંકા ઉપજાવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો