ક્રાઇમ:ઘરે એકલી સગીરા પર સંબંધીએ બળાત્કાર કરી ગર્ભવતી બનાવી

પલસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પલસાણા તાલુકાના તાંતીથૈયામાં ઘરમાં એકલી રહેતી સગીરાને દુરના સંબંધએ જ બળાત્કાર કરી ગર્ભવતી બનાવી હતી. તાંતીથૈયામાં રહેતા મૂળ બિહારના પરિવારમાં પિતાના અવસાન બાદ માતા શાકભાજી વેચી રહી ગુજરાન ચલાવતી હતી. કામ અર્થે માતા સુરત રહેતી હતી.

ગત 26 ડિસેમ્બરના રોજ તેમની 16 વર્ષીય સગીર દીકરીને પેટમાં દુખાવો થતા માતાએ દીકરીને વિશ્વાસમાં પૂછપરછ કરતા દીકરીએ જણાવ્યું હતું કે ચાર મહિના અગાઉ મામાના ગામનો રંજન કેદારસિંગ (હાલ રહે જોળવા. મૂળબિહાર)પોતે ઘરમાં એકલી હોય ત્યારે અવારનવાર બળજબરી પૂર્વક તેની સાથે શારીરિક સબંધ બાંધતો હતો. જેથી સગીરાની માતાએ સગીરાની તબીબી તપાસ કરાવતા સગીરાને ચાર માસનો ગર્ભ હોવાનું બહાર અવાયું હતું. આરોપી સગીરાની માતાનો દુરનો સબંધી હોવાના પરિવારની આબરૂ જવાની ડરથી ઘટના અંગે પરિવાર સાથે વાતચીત કરી સગીરાની માતાએ કડોદરા પોલિસ મથકમાં યુવક વિરૂદ્ધ ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...