ફરિયાદ:સગીરાને સગા મામાના સગીર દીકરાએ ગર્ભવતી બનાવી

પલસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગીરાએ પુત્રને જન્મ આપ્યો, પિતાએ ફરિયાદ નોંધાવી

પલસાણા તાલુકાના વરેલી ગામે રહેતો અને મુળ બિહારનો એક સગીર રોજગારી અર્થે આવ્યા બાદ બાજુની બિલ્ડીંગમાં રહેતી તેની ફોઇની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી બળાત્કાર ગુજારી તેને માતા બનાવી હતી. જેથી સગીરાના પરીવાર પર આફત આવી પડી હતી. જેને લઇ આ અંગે સગીરાના પિતાએ કડોદરા પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી.

બિહારના અભિનવ (નામ બદલેલ છે) જેઓ એક વર્ષ અગાઉ રોજગારી અર્થે પલસાણા તાલુકાના વરેલી ગામે આવેલ હતો અને ત્યાં જ રહેતો હતો. ત્યારે તેની બાજુની બિલ્ડીંગમાં તેની ફોઇ પણ તેના પરીવાર સાથે રહેતી હોય. તે અવાર નવાર અભિનવ તેની ફોઇના ઘરે જતો હતો. તે દરમિયાન ફોઇની સગીર દીકરી આકાશા (નામ બદલેલ છે) સાથે પણ સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ અભિનવ અવાર નવાર તેની ફોઇની ઘરે જતો હતો. અને તેની ફોઇ તેમજ તેના ફુવા દીવસ દરમિયાન કામ પર જતા હતા. ત્યારે અભિનવ તેની ફોઇની દીકરીને લલચાવી બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવી દીધી હતી. તેમજ સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો જેને લઇ સગીરાના પિતાએ અભિનવની સામે કડોદરા પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી. અભિનવ પાસે ઉંમર પ્રમાણ પત્ર તરીકે માત્ર આધાર કાર્ડ હોવાથી અભિનવની ઉંમર જોતા આરોપી સગીર હોવાની શંકા જતા તેની ઉંમ૨ ચેક કરવા પોલીસે મેડીકલ કરાવી તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...