તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અંત્રોલીથી રૂા. 24 લાખનાે દારૂ પકડાતાં કડોદરા પીઆઈ સસ્પેન્ડ

પલસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પીઆઈ બ્રહ્મભટ્ટ - Divya Bhaskar
પીઆઈ બ્રહ્મભટ્ટ
  • સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ ભરેલી ટ્રક ઝડપી હતી
  • પલસાણાના બુટલેગર સોહન પટેલે મહારાષ્ટ્રથી દારૂ મંગાવ્યો હતો

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગત તા.11 મેએ કડોદરા પોલીસ મથકના વિસ્તારમાં અંત્રોલી ગામની સીમમાં કાર્ટિંગ થઈ રહેલા 24.45 લાખ રૂપિયાનો દારૂ ભરેલી ટ્રક અને 5 કાર સાથે એકને ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં કડોદરા પીઆઇ એ.પી.બ્રહ્મભટ્ટને રાજ્ય પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા છે.પલસાણાના વાંકાનેડા ખાતે રહેતો સોહન ઉર્ફે સન્ની કિશોર પટેલે મહારાષ્ટ્રના નવાપુર ખાતે રહેતા વિશ્વાસ ગડરી તેમજ ગોરખ ઉર્ફે પિન્ટુ ગડરી પાસેથી દારૂ ટ્રકમાં મંગાવી કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંત્રોલીની સીમમાં કાર્ટિંગ કરી રહ્યો હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી.

બાતમીના આધારે પોલીસે છાપો મારતા દારૂ લેવા આવેલા લોકોમાં દોડધામ મચી હતી. એક ચાલક કાર લઈને ફરાર થયો હતો તો કેટલાક શખ્સો વાહનો સ્થળ પર જ મૂકી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. પોલીસે ટ્રક ચાલક સંતોષ પવાર (રહે.મહારાષ્ટ્ર) ને પકડી લીધો હતો. પૂછપરછમાં સંતોષે જણાવ્યું હતું કે, તે બે મહિનાથી નવાપુરના પિન્ટુ ગડરી તથા તેના ભાઈ વિશ્વાસ ગડરીને ત્યાં ડ્રાઇવરની નોકરી કરે છે અને ગુજરાતમાં દારૂની ટ્રક લઈને આવતો હતો.

પોલીસે સ્થળ પરથી 17961 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ 24 લાખ 45 હજાર 360, રોકડા રૂ. 5700, ટ્રક કિંમત રૂ. 20 લાખ, પાંચ કાર કિંમત રૂ. 18.50 લાખ, ત્રણ મોબાઇલ ફોન કિંમત રૂ. 1500, તાડપત્રી અને રસ્સી કિંમત રૂ 2 હજાર મળી કુલ 63 લાખ 4 હજાર 560 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કાર્યવાહી બાદ રાજ્ય પોલીસ વડાએ પ્રોહિબિશનની પ્રવૃતિ અટકાવામાં નિષ્ફળ રહેલા કડોદરા પીઆઈ આનંદ બ્રહ્મભટ્ટને સસ્પેન્ડ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...