તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:પ્રેમ લગ્ન બાદ હેરાન કરતા જમાઈનું કાસળ કાઢ્યાની ઘટનામાં રિકન્સ્ટ્રક્શન

પલસાણા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
જમાઇની હત્યા કરનાર સસરા અને મિત્રને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાઇ હતી. - Divya Bhaskar
જમાઇની હત્યા કરનાર સસરા અને મિત્રને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાઇ હતી.
 • સસરાએ મિત્ર સાથે મળી ગળામાં રૂમાલથી ટૂંપો આપ્યા બાદ બ્લેડ મારી

પ્રેમલગ્ન બાદ દારૂના નશામાં વારંવાર સસરા સાથે ઝઘડો થતા સસરાએ મિત્ર સાથે મળીને જમાઈનું કાસળ કાઢી નાખ્યું હતું, જે ઘટનામાં શનિવારમાં રોજ કડોદરા પોલિસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સસરા અને તેના મિત્રએ જમાઈને મોપેડ પર અપહરણ કરી વાકાંનેડાથી અંત્રોલીની સીમમાં લઈ જઈ રૂમાલ વડે ટૂંપો આપી બ્લેડ વડે ગળાના ભાગે ઘા કરી હત્યા કરી લાશને ઝાડીમાં નાખી ભાગી છૂટ્યા હતા.સસરા અને તેના મિત્ર દ્વારા જમાઈની હત્યાનું રિકન્સ્ટ્રક્શનમાં પોલિસને જાણવા મળ્યું હતું કે ઘટના દિવસે રાહુલે તેના ગુડ્ડુ નામના મિત્રના ફોન પરથી કોંફરન્સમાં સસરા મનોજ સાથે વાત કરી બોલાચાલી કરી હતી.

બાદ મનોજે તેના રિક્ષા ડ્રાઇવર મિત્ર રણજિત સાથે મળી 25 જાન્યુઆરી રોજ બપોરના સમયે રાહુલનું વરેલી ખાતેથી મોપેડ પર અપહરણ કરી લાવી વાંકાનેડા ગામની સીમના લાવ્યા હતા અને ત્યાં જાહેરમાં રાહુલને માર માર્યો હતો. ગ્રામજનોએ પારિવારિક સમસ્યા સમજી ત્રણેયને નજર અંદાજ કર્યા હતા. તેમજ મનોજે પથ્થર વડે રાહુલનું માથું ફોડી નાખતા રાહુલ જીવ બચાવી ભાગ્યો હતો, જે જોઈ સસરા મનોજે રાહુલને પકડવા “મેરી લડકી કો લેકે ભાગા પકડો પકડો “એમ કહી પાછળ દોડ્યો હતો, જે જોઈ ગ્રામજનોએ જ રાહુલને ફરી પકડી મનોજને સોંપ્યો હતો.

બાદ મનોજે એક રાહદારી પાસેથી નજીકની દુકાનમાંથી બ્લેડ મગાવ્યું અને ફરી રણજિત અને મનોજ મળી લોહીલુહાણ હાલતમાં રાહુલને મોપેડ પર બેસાડી નહેરવાળા રસ્તે રિંકુ સ્કૂલની સામે લઈ ગઈ મનોજે રાહુલના ગળામાં રૂમાલથી ટૂંપો આપી બ્લેડ વડે ઘા માર્યો હતો. રાહુલ તડફડીયા મારી રહ્યો હતો અને જ્યાં સુધી રાહુલનું મોત નહિ થાય ત્યાં સુધી બને ત્યાં રોકાયા હતા. રાહુલના મોત બાદ બને રાહુલની લાશને નજીક ઝાડીમાં નાખી ભાગી છૂટ્યા હતા. જે બાદ મનોજ વતન ભાગી છૂટ્યો હતો અને રણજિત રિક્ષા ચલાવવા લાગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો