તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જાહેરમાં બર્થડે ઉજવણીનો વીડિયો વહેતો થતાં પોલીસ દોડી

પલસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચલથાણમાં વહેતો થયેલો વીડિયો - Divya Bhaskar
ચલથાણમાં વહેતો થયેલો વીડિયો
  • ચલથાણના ભરતનગર વધુ એક બર્થ ડેની જાહેરમાં ઉજવણી

પલસાણા તાલુકાનાં ચલથાણ ગામે આવેલ ભરતનગરમાં વધુ એક યુવાને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી કેક કાપતો વિડીયો વાઇરલ થયો છે. આ અંગે મળતી માહિતી અનુસાર કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં થોડા દિવસો અગાઉ જ એક લિસ્ટેડ બુટલેગરે જાહેરમાં કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરી મહામારીની ગાઈડ લાઇનનો ભંગ કર્યો હતો. જ્યારે બીજી તરફ વરેલીમાં યુવાને વ્યક્તિઓ ભેગા કરી જન્મ દિવસની ઉજવણી કરી સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડયા હતા.

જે વાતને હજુ માંડ 10થી 12 દિવસ થયા છે ત્યાં તો ચલથાણ ભરતનગરમાં બાબુ નામના યુવાનનોે રાત્રિના માણસો ભેગા કરી જાહેરમાં 4 કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાઇરલ થયો છે. જાહેરમાં બર્થડે કેક કાપવા સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખ્યું ન હતું. સાથે માસ્ક પણ પહેર્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...