તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોગસ તબીબ:કાર્યવાહી યથાવત, ચલથાણથી વધુ 1 બોગસ તબીબ ઝડપાયો

પલસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અઠવાડિયામાં 6થી વધુ બોગસ ડૉક્ટર પકડાયા

પલસાણા તાલુકામાં પોલીસે દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં 6થી વધુ બોગસ ડૉક્ટરોને ઝડપી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી, જેમાં મંગળવાર કડોદરા પોલિસ દ્વારા ચલથાણના એક નામી ડૉકટરને ત્યાં રેડ કરતા ફફડાટ ફેલાયો હતો.

કડોદરા પોલીસે ચલથાણ સ્વસ્તિક નગરમાં રહેતા ડૉકટર રાજેશભાઈ ઢીમ્મર હિરલ એપાર્ટમેન્ટમાં દવાખાનું ચલાવે છે, ત્યાં રેડ કરી હતી જેમની પાસે દવાખાનું ચલાવવા જરૂરી પુરાવા તેમજ ગુજરાત મેડિકલ જનરલ પ્રેક્ટિસ કરવાના લાઇસન્સ વગર તેમજ ડીગ્રી વિના એલોપેથીક દવાઓ તેમજ વગર ડિગ્રીએ અને ગુજરાત મેડિકલ કાઉન્સિલના પ્રમાણ પત્ર વગર પ્રેક્ટિસ કરતા હોવાનું બહાર આવ્યું હતું. પોલિસે 16 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી રાજેશ ઢીમ્મર વિરુદ્ધ કાર્યવાહી હાથધરી હતી. વર્ષોથી ચલથાણમાં તબીબી સારવાર આપતા ડોકટર રાજેશ વિરુદ્ધ પોલિસ કાર્યવાહી હાથ ધરાય હતી.

આયુષ ડોકટરોની પોલીસ હેરાન કરતા હોવાની રાવ
આયુષ ડોક્ટરોના જણાવ્યા અનુસાર પલસાણા વિસ્તારમાં મનુષ્યની જિંદગી સાથે ચેડાં કરતાં એક પછી એક બોગસ ડોક્ટરોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ કામગીરી આવકાર્ય છે. પરંતુ આ વિસ્તારમાં આયુષ તબીબોને હેરાન ગતિ થઈ રહી છે. આયુષ ડોક્ટરો કોરોનામાં સરકાર સાથે ખભે ખભા મિલાવી કામ કરી રહ્યા છે. 108માં કે આયુષમાન ભારતમાં કે આરબીએસકે તરીકે પછી એનએચએમમાં ડોક્ટર અવિરત સેવા કરી રહ્યા છે. પોલીસ દ્વારા બોગસ ડોકટરો સાથે આયુષ ડોક્ટરોને પણ હેરાનગતિ કરાય રહી છે અને એફ.આઈ.આર જેવી કાનૂની પ્રક્રિયાનો સામનો કરવો પડતો હોય મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...