તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:કડોદરાના બજેટમાં પ્રાથમિક કામોને પ્રાધાન્ય,લાઈબ્રેરીની ભેટ

પલસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નગર પાલિકાના 1.64 કરોડની પુરાંતવાળા 32.82 કરોડના બજેટને સર્વાનુંમતે મંજૂરી અપાઇ

કડોદરા પાલિકાની ખાસ સામાન્ય સભા નવનિયુક્ત પ્રમુખ કલ્પેશ ટેલરના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં વર્ષ 2021-22 માટે 1.64 કરોડની પુરાંતવાળું 32.82 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું. જેમાં પ્રાથમિક સુવિધાના કામોને પ્રાધાન્ય અપાયું છે.કડોદરા નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 27 બેઠકો પર ભાજપની જીત મેળવ્યા બાદ, બહુમતી સાથે ભાજપે શાસનની દોર સંભાળી છે. ત્યારે પ્રમુખ ઉપપ્રમુખની વરણી બાદ કડોદરા નગરપાલિકાની પ્રથમ ખાસ સામાન્ય સભા શુક્રવારના રોજ પાલિકાના સભાખંડમાં મળી હતી, જેમાં બજેટ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

32.82 કરોડના બજેટમાં 53.10 લાખ નગરજનોની પાણીની સુવિધાના કામો માટે વપરાશે. 18 લાખ ગટર સુવિધા માટે, 30.70 લાખ રૂપિયા લાઈટની સુવિધા માટે અને 1.63 કરોડ રૂપિયા બાંધકામ માટે બજેટમાં ફાળવવામાં આવ્યા છે. કુલ 31 કરોડનો ખર્ચ બજેટમાં સમાવેશ કરવામાં આવશે, જ્યારે 99.60 લાખ રૂપિયા વેરાની આવક, 13.15 કરોડ યોજનાકીય ગ્રાંટ અને 56 લાખ મહેસૂલી ગ્રાંટ સહિત 32.82 કરોડની આવક થશે. તમામ સભ્યોએ મંજૂરી આપતા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. જેમાં નગરજનોને અદ્યતન લાઇબ્રેરીની ભેટ આપવાનું વિશેષ આયોજન કરાયું છે.

અહીંથી રૂપિયા આવશે

 • મહેસુલ અને વેરા આવક 9960000
 • અન્ય ફી આવક 4062500
 • ખાસ કાયદા હેઠળ થતી ઉપજ 500000
 • નગર પાલિકા મિલકતો થતી ઉપજ 655000
 • મહેસુલ ગ્રાન્ટ આવક 5680000
 • કેન્દ્રની યોજનાકીય ગ્રાન્ટ 13000000
 • યોજનાકીય ગ્રાન્ટ આવક 131584000
 • ડિપોઝીટ આવક 1390000
 • દેવા વિભાગ 1766050
 • ઇ.નગર માંથી થતી આવક 14105000
 • અન્ય પરચુરણ આવક 6325100
 • કુલ અંદાજીત આવક 188577650

અહીં રૂપિયા ખર્ચાશે
વહીવટી વિભાગ ખર્ચ 6315000 , પાણી વિભાગ ખર્ચ 5310000 , ગટર વિભાગ ખર્ચ 1800000 , આરોગ્ય વિભાગ ખર્ચ 17310000 , લાઈટ વિભાગ ખર્ચ 3070000 , બાંધકામ વિભાગ ખર્ચ 16360000 , મહેસુલી ગ્રાન્ટ ખર્ચ 9854000 , કેન્દ્રની યોજનાકીય ખર્ચ 68548000 , યોજનાકીય ગ્રાન્ટ ખર્ચ 164037000 , ડિપોઝીટ પરત ખર્ચ 1565000 , દેવા વિભાગ 1766050 , વાહન વિભાગ 10410000 , પરચુરણ /અન્ય ખર્ચ 2765000 , જનસેવા વિભાગ 1050000 , વેરા વિભાગ 1680000 , કુલ અંદાજીત ખર્ચ 311840050

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો