કડોદરા અરિહંત પાર્ક વિવાદ:હનુમાન જયંતીના દિવસે થયેલો વિવાદ, પોલીસે ભંડારાની પ્રસાદીમાં ગરોળી નાંખવાની ધમકી આપનારને છોડી મૂક્યો ને મંદિરના મહંતની અટક કરી

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિરોધ નોંધાવતી મહિલાઓને પણ ડિટેઇન કરાતા રોષ - Divya Bhaskar
વિરોધ નોંધાવતી મહિલાઓને પણ ડિટેઇન કરાતા રોષ
  • આરોપી PCR વાનનો ડ્રાઇવર હોવાથી પોલીસ તેને છાવરી રહી હોવાની રાવ

કડોદરા અરિહંત પાર્કમાં બે દીવસ અગાઉ હનુમાન જ્યંતીના દિવસે મંદિરના ભંડારામાં બાબતે થયેલી બબાલ બાદ પોલીસે મુખ્ય સૂત્રધાર પોલીસની PCR વાનનો કોન્ટ્રાકટ બેઝનો ડ્રાઇવરને પોલીસે પકડી જમીન પર છોડી દેવામાં આવતા અરિહંત પાર્ક ખાતે ફરી બબાલ ઉભી થઇ હતી, અને અરિહંત પાર્કની અંદાજે 50 થી વધુ મહિલાઓ કડોદરાથી અંત્રોલી પોલીસ મથક સુધી રેલીનું આયોજન કર્યું હતું.

પોલીસ પ્રસાશન વિરુદ્ધ ભારે સુત્રોચાર કરતા કરતા કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હતા. અહીં ગંભીર ઘટનાને શાંત પાડવાને બદલે કડોદરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.એ આ મહિલાઓ સાથે અસભ્ય વર્તન કર્યું હોવાનો આક્ષેપ મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. સૂત્રોચ્ચાર સાથે પહોંચેલી મહિલાઓને 2 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં ડિટેન કર્યા હતા.

અરિહંત પાર્ક ઘણા સમયથી આ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. આવા સમયે પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભો થાય ત્યારે મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.​​​​​​​ આજની રેલીમાં યુવાનો સાથે વૃધ્ધો પણ જોડાયા હતા, એટલે સ્વાભાવિક છે કે તેઓ ન્યાયની આશા રાખતા હશે, પરંતુ જ્યારે ન્યાય માંગવા ગયેલા મહિલાઓને જ ગુન્હાહિત દ્રષ્ટિથી જોવામાં આવી રહી હોવાનું જણાય આવ્યું હતું.ત્યારે ઉપરી પોલીસ અધિકારીઓ આ ગંભીર મુદ્દે ધ્યાન આપે તે જરૂરી છે.

પોલીસની શંકાસ્પદ કામગીરી સામે મહિલાઓ વિફરી
બે દિવસ પહેલા થયેલી બબાલ મામલે પોલીસે રાતોરાત મહિલાને ફરિયાદી બનાવી 10 ઈસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી હતી, અને મુખ્ય સૂત્રધાર માથાભારે ઈશ્વર સુથાર વિરુદ્ધ કડક પગલાં લેવાને બદલે ફરિયાદી પક્ષના મંદિરના મહંત સહિત ત્રણ થી ચાર ઈસમો વિરુદ્ધ એન.સી.ફરિયાદ નોંધી અટકાયતી પગલાં લીધા હતા. તેમજ સમગ્ર મામલે પોલીસે અરિહંત પાર્કના હનુમાનજી મંદિરના મહંત ઇન્દ્રાનંદ મહારાજને ઊંચકી લાવી લોકપમાં ધકેલતા મામલો બીચકયો હતો.

અન્ય સમાચારો પણ છે...