રજૂઆત:પલસાણામાં બોગસ ડૉક્ટરો પર પોલીસની તવાઇ, આયુષ તબીબો THOના શરણે

પલસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ તપાસ કરે એટલે લોકો આયુષ તબીબોને શંકાની નજરે જુએ છે

છેલ્લા બે અઠવાડિયાથી પલસાણા તાલુકાના ઔદ્યોગિક એકમોથી ઉભરાતા પરપ્રાંતીય વિસ્તારમાં રાફડો જમાવી બેઠેલા ઊંટવૈદો પર પોલિસ તવાઈ શરૂ થતા કેટલાક પોલિસના હાથે ચડ્યા તો કેટલાક ભૂગર્ભમાં ઉતરી ગયા. પોલીસ કાર્યવાહીના કારણે તાલુકામાં ડીગ્રી ધરાવતા ડોક્ટરો જે છેલ્લા કેટલાય વર્ષોથી સેવા આપી રહ્યા છે. તેઓને પણ પોલીસ દ્વારા વારવાર પૂછપરછ કરાતા ગત અઠવાડિયે પલસાણા મામલતદારને રજૂઆત કરી હતી.

જે બાદ પણ પોલીસ દ્વારા કડકાઇ કરતા આયુષ ડોકટર એસોસિએશન બે પલસાણા તાલુકા આરોગ્ય અધિકારીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે પોલીસ બોગસ ડોકટરો સામે કાર્યવાહી કરે છે એ સરાહનીય છે, પરંતુ સાથે ડીગ્રી ધરાવતા અને મહામારીના કાળના પ્રજાની પડખે રહી સદરત પ્રેક્ટિસ કરતા આયુષ ડોકટરોને પોલીસ હેરાન કરતા દર્દીઓ તબીબોને શંકાની દ્રષ્ટિએ જુએ છે. જેથી મામલે યોગ્ય નિકાલ કરે પલસાણા આરોગ્ય અધિકારીએ તબીબ એસો.ની વાતને ધ્યાનમાં લઈ યોગ્ય નિર્ણય લેવા કહ્યું હતું.

બે અઠવાડિયામાં પલસાણામાંથી જ 10 બોગસ ડોક્ટર પકડાયા
પલસાણા તાલુકામાંથી જ સ્થાનિક પોલિસ અને વિવિધ એજન્સીએ છેલ્લા બે અઠવાડિયાના સમયના 10 બોગસ ડૉકટર ઝડપી જેલના સળિયા પાછળ ધકેલાય છે છતાં પણ પલસાણા, વરેલી,ચલથાણ કડોદરા જોળવા તાંતીથૈયા જેવા વિસ્તારમાં 100 થી વધુ બોગસ ડૉક્ટર હજુ પોતાની હાટડીઓ ચલાવી રહ્યા છે જે તપાસનો વિષય છે.

આગામી દિવસોમાં તબીબોને રજીસ્ટ્રેશન કરાવવા જણાવ્યું છે
આયુષ તબીબોએ કરેલી રજૂઆત અને અમને ઉપલા અધિકારી તરફથી મળેલી સૂચનાના અનુસંધાનમાં અમે તાલુકાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પોતાના વિસ્તારમાં આવેલા દવાખાનાના ડોકટરોના જરૂરી પુરાવા લઈ આગામી દિવસોમાં રજીસ્ટ્રેશન કરાવવા જણાવ્યું છે છતાં પણ કોઈ ડોક્ટર જરૂરી પુરાવા આપી રજિસ્ટ્રેશન નહિ કરાવે તો અમે એના વિરુદ્ધ કાર્યવાહી કરીશું. > ડો.મધુસુદન, તાલુકા આરોગ્ય અધિકારી,પલસાણા

અન્ય સમાચારો પણ છે...