તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફફડાટ:પલસાણાના બગુમરાની ખેતરાડીમાં દીપડો દેખાતા ફફડાટ, સીસીટીવીમાં પણ દેખાયો

પલસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં અનેકવાર લોકોએ દીપડાને જોયો છે, વનવિભાગે પાંજરુ ગોઠવ્યું

પલસાણા તાલુકાના બલેશ્વર ગામે રહેતા ગૌરાભાઈના છોકરાએ ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરી કે બગુમરામાં તેમનું શેરડીનું ખેતર છે અને ત્યાં પરિવાર પણ રહે છે. તેમના કાકાભાઈ બકરાં માટે પાલો તોડી રહ્યા હતા. ત્યારે પાંચ ફૂટ નજીકથી કદાવર દિપડો નિકળી દોડીને ર કૂતરાનો શિકાર કરી ઝાડી તરફ પલાયન થયો હતો.

ત્યારબાદ ખેતરમાં કામ કરતા મજૂરે પણ એ જ દિવસે સાંજે દિપડાને જોયો હતો. જેથી જતીન રાઠોડ અને ટીમના સભ્યો ધટના સ્થળે તપાસ કરતા નર દિપડાના પગમાર્ક જોવા મળ્યા હતા અને બગુમરા ગામનાં રહીશોને જાણ થતા બગુમરા ગામનાં રહીશો પણ ધટના સ્થળે આવ્યા હતા અને જતીન રાઠોડને જણાવ્યું કે ગામના ખેતર વિસ્તારના નાકા પાસે ડમ્પીંગ સાઈડ બનાવવામાં આવી છે અને ત્યાં ગામનો કચરો ઠલવાય છે.

આજે સવારના ગામનો કચરો ઠાલવવા ટેકટર ગયું હતું ત્યારે ઝાડીમાંથી દિપડો આવી ટેકટર ચાલકની બાજુંમાથી કૂતરાનો શિકાર કરી ગયો હતો ત્યારબાદ સાંજે ગામમાં નાના બાળકનું મૃત્યુ થયું હતું. ડમ્પીંગ સાઈડની નજીક મૃતકને દફનાવામાં આવે છે. તો ખાડો ખોદતા હતા ત્યારે નજીકમાં દીપડાને જોઈ બધા ભાગ્યા હતા. ગૌરાભાઈના છોકરાએ પાંચ સીસીટીવી કેમેરા મુક્યા છે. કેમેરામાં તપાસ કરતા દિપડો થાંભલા પર ચઢી મરઘાંનો શિકાર કરવાં જતાં લપસી ગયો હતો. આ વાતની જાણ ગ્રામજનોને થતાં પાંજરુ મુકી દિપડાને પકડવા માંગ કરી છે. વનવિભાગ દ્વારા પાંજરું મુકવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...