તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓવરબ્રિજની માંગ:કામરેજ તાલુકાના ઉંભેળમાં લોકો વિફર્યા, કર્યું ચક્કજામ: તંત્ર દોડતું થયું

પલસાણા, નવાગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઓવરબ્રિજની માંગ સાથે હાઇવે પર એકઠા થયેલા હજારો લોકોએ ચક્કાજામ કરતા હાઇવે પર વાહનોની લાંબી કતાર લાગી હતી. - Divya Bhaskar
ઓવરબ્રિજની માંગ સાથે હાઇવે પર એકઠા થયેલા હજારો લોકોએ ચક્કાજામ કરતા હાઇવે પર વાહનોની લાંબી કતાર લાગી હતી.
 • 5 વર્ષથી મંજૂરી મળી ગઇ હોવા છતાં તંત્ર દ્વારા બ્રિજનું કામ શરૂ ન કરાતા અંતે ઉંભેળવાસીઓની ધીરજ ખુટી
 • બ્રિજના અભાવે થતાં અકસ્માતમાં અનેક સ્વજનો ગુમાવ્યા હવે કોઇ નહીં : ગ્રામજનો
 • બાળકો અને મહિલાઓ પણ હાઇવે પર ઉતરી આવતા વાહનોની લાંબી કતાર લાગી
 • 2 મહિનાની અંદર બ્રિજની કામગીરી શરૂ કરવાનો હાઇવે ઓથોરિટીનો વાયદો

થોડા દિવસો અગાઉ કામરેજ તાલુકાના ઉંભેળ ગામના હાઇવે પરના કટ પર ઉંભેળ ગામના યુવાનનું લકઝરી બસ અડફેટે મોત થતાં ગામના આગેવાનોએ હાઇવેનું કામશરૂ કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથે ચક્કાજામ કર્યો હતો, જ્યાર બાદ છેલ્લા 5 વર્ષથી મંજૂર થયેલા બ્રિજનું બાંધકામ વહેલી તકે શરૂ કરવા માટે જિલ્લા કલેકટરને રજૂઆત કરી આવેદન આપી ફરી ગત સોમવારના રોજ ઉંભેળ ગામના લોકો કાળા વસ્ત્રો ધારણ કરી હાઇવે પર બેસી હાઇવે બ્લોક કર્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ પોલિસ તંત્ર સહિત સરકારી તંત્ર પણ દોડતું થયું હતુ.

28મી ડિસેમ્બરના સોમવારના રોજ ઉંભેળ ગામના મહિલા તેમજ પુરુષો અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ગામમાંથી પસાર થતા ને.હા.48 પર છેલ્લાં 5 વર્ષથી મંજૂર થયેલા બ્રિજનું કામકાજ વહેલી તકે શરૂ થાય તેમજ બ્રિજ બને ત્યાં સુધી અકસ્માત નિવારમાં હંગામી ધોરણે અમુક માંગણીઓ સાથે હાઇવે પર બેસી હાઇવે બ્લોક કર્યો હતો. ઘટનાની જાણ થતાં વાટાઘાટો કરવા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળ પર હાજર કડોદરા પી.આઈ.આનંદ બ્રહ્મભટ્ટે લોકોને સમજાવી મધ્યસ્થી કરતા હાઇવે ઓથોરિટીના અધિકારી દિનેશ અગ્રવાલે આગામી દિવસોમાં વહેલી તકે બ્રિજનિર્માણની કામગીરીનો પ્રારંભ કરવાની કવાયત હાથ ધરતા ગામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

ચક્કાજામના સ્થળે એકપણ રાજકીય આગેવાન હાજર ન રહેતા આંદોલનકારીઓ મોડી સાંજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને મળી રજૂઆત કરી હતી. ગામજનો ધ્વારા સરકાર પાસે માંગણીનાં મુદદાઓ..

 • ઉંભેળ ગામે નેહા નં 48 પર નિયમત દિવસના 12 કલાક ટ્રાફિક નિયમ માટે 4 પોલીસ નીમવા. ઉંભેળથી કડોદરા સુધી હાઈવે કે સર્વિસ રોડ પર ટ્રકોનું પાર્કિંગ બંધ કરાવવું.
 • સ્પીડ બ્રેકરોબેરીકેટ દ્વારા હાઈવેની વાહનોનું નિયંત્રણ કરવું. ગામમાં આવતાં પહેલા જુદાજુદા ત્રણ અંતરે હાઈવે પર બંને બાજુ વધુ માત્રામાં ઉંચા રબર સ્ટ્રીપ લગાવવા તેમજ કડોદરા, છત્રાલા કે અન્ય રસ્તા ઓળંગવાના રસ્તા પર વધુ રબર સ્ટ્રીપ લગાવવા.
 • રાત્રીના સમયે પગપાળા રસ્તો ઓળંગનારને હાઈવેના વાહન ચાલકો જોઈ શકે તે માટે લાઈટ લગાવવી. હાઈવેની આજુબાજુ કેટલાક બાંધકામ જગ્યાનું વળતર સરકાર દ્વારા સત્વરે ચૂકવી જગ્યા ફાળવીને 6 લેન્ડ અને ડિવાઈડર રોડની કામગીરી જે પૂર્ણ નથી થઈ તે પૂર્ણ કરાવી.
 • ઉંભેળ તેમજ કડોદરાથી કામરેજ વચ્ચે જગ્યા ખુલ્લી હોવા છતાં 6 લેન્ડ તેમજ ડિવાઈડર રોડની કામગીરી અધૂરી છે તે આવસ્યક ધોરણે રોડ બનાવનાર કંપનીને સોંપી પૂર્ણ કરાવવી.
 • હાઈવેનો રસ્તો ઓળંગનાર વણાંક લેતા વાહનો માટે એનએચએઆઈ દ્વારા જગ્યાએ સર્કલ બનાવવાની વ્યવસ્થા કરવી. દૂરથી આવતા વાહનોને દેખાય તેવા ચેતવણી માટેના મોટા એક્સીડન્ટ ઝોનના સાઈડ બોર્ડ લગાવવા.
 • ઉંભેળ ગામના હાઈવે પર ઓવરબ્રીજ બનાવવાની જાણકારી એનએચએઆઈ/ પીઆઈયુ સુરતની ઓફિસ દ્વારા લેખિતમાં મળતી રહે.

હાઇવે ઓથોરિટી અને ગ્રામજનો વચ્ચે 10માંથી આ 4 મુદ્દે સમાધાન

 • ઉંભેળ ગામના કટ પર તેમજ આસપાસના ગામના રોડ જ્યાં હાઇવે સાથે જોડાઈ ત્યાં હાઇવેના બંને બાજુએ રબર સ્ટ્રીપ મૂકી સ્પીડ 20થી 30 થાય એ રીતે કંટ્રોલ કરવામાં આવશે
 • પગપાળા રસ્તો ઓળંગતા લોકોને વાહન ચાલકો સહેલાઈથી જોઈ શકે તે માટે કટ પર લાઈટો મુકવામાં આવશે
 • 28 ડિસેમ્બરથી લઈ 15 દિવસમાં હાઇવેના કામકાજ માટે ટેન્ડરીંગ હાથ ધરવામાં આવશે
 • આગામી 45થી 60 દિવસની અંદર બ્રિજનિર્માણનું કામકાજ શરૂ કરી દેવામાં આવશે, જ્યાં સુધી દર રવિવારે NHAI નો એક અધિકારી ઉંભેળ ગામમાં આવી બ્રિજ નિર્માણના કાર્યોની પ્રગતિ અંગે માહિતી આપશે.

કોઇ પણ રાજકિય આગેવાન ન ફરકતા ગ્રામજનોમાં આક્રોશ
ગામજનોએ ઉંભેળ કટ પર અકસ્માતે મોતને ભેટેલા સ્વજનોને આત્માની શાંતિ માટે પુષ્પાંજલી અર્પી મૌન પાળી પ્રાર્થનાસભા યોજી ભજન કિર્તન કર્યું હતું. તેમજ ઘટના સ્થળે એક પણ રાજકીય આગેવાન તેમજ સાંસદ સભ્ય કે ધારાસભ્ય નહિ ફરકતા ગામનજોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

અકસ્માત થાય તો અધિકારી સામે ગુનો નોંધો
ઉપરાંત બ્રીજનું કામ શરૂ થાય તે પહેલા અકસ્માતમાં સ્વજન ગુમાવનાર પરિવારને 50 લાખની સહાય એક વ્યકતિને સરકારી નોકરી અને ક્ષેત્રનાં અધિકારી સામે FIRની માંગ કરી હતી.

15 દિવસમાં યોગ્ય ઉકેલ ન આવે તો ફરીથી ઉગ્ર આંદોલન કરાશે
આ મામલે બ્રિજ બને ત્યાં સુધી 10 જેટલી માંગણી હાઇવે ઓર્થોરિટીના અધિકારીઓએ સ્વીકારી છે. આગામી 15 દિવસમાં જો આંગે યોગ્ય નિકાલ નહિ આવે તો આનાથી વધુ ઉગ્ર આંદોલન બનશે તેમજ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ પર આની અસર વર્તાશે. > કેતન દેસાઈ, ઉંભેળ ગામના સામાજિક અગ્રણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો