તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:પલસાણા તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારી પત્ર ભરાયા

પલસાણા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અપક્ષ ઉમેદવારે ડી.જે સાથે રેલી કાઢી ઉમેદવારી નોંધાવી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત શુક્રવારના રોજ પલસાણા તાલુકા પંચાયતના 58 ફોર્મ ભરાયા હતા. તાલુકા પંચાયતમાં બે ઉમેદવાર આમ આદમી પાર્ટી તેમજ 1 ઉમેદવાર અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું. શુક્રવારે પલસાણા તાલુકાના જિલ્લામાં પંચાયતની ત્રણ બેઠક ચલથાણ પલસાણા અને કરેલી બેઠક પર બને પક્ષના ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારના મળી 9 ફોર્મ ભર્યા હતા.

તેમજ પલસાણા તાલુકા પંચાયતની 18 બેઠક પરથી બને પક્ષ મળી કુલ 58 ફોર્મ ભર્યા જેમાં ભાજપના તમામ ઉમેદવાર પોતાના ફોર્મ ભર્યા હતા તેમજ કોંગ્રેસ પક્ષમાંથી ચલથાણ 4 અને પલસાણા 1ના ઉમેદવાર શનિવારે પોતાની ઉમેદવારી નોંધાવશે, તેમજ ચલથાણ 1 તાલુકા પંચાયત અને ચલથાણ જિલ્લા પંચાયતની બેઠક પરથી આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. તેમજ આમ હાલ સુધી પલસાણા તાલુકા પંચાયતની બે બેઠક અને જિલ્લા પંચાયતની એક બેઠક પર ત્રીપાખીયો જંગ ખેલાવાની શક્યતાઓ જોવા મળી હતી.

વરેલી 1 તાલુકા પંચાયતની બેઠક પર હરિપુરા ગામના સરપંચ યોગેશ પટેલે ભાજપમાંથી દાવેદારી કરી હતી. જોકે આ બેઠક પર અરુણ દુબેને રિપીટ કર્યા છે. યોગેશ પટેલને ટિકીટ નહીં મળતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. સમર્થકો સાથે આજે પલસાણા ખાતે ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા. વરેલીમાં પણ સરઘસ કાઢયું હતું ત્યાર બાદ તેઓ પલસાણા પહોંચ્યા હતા. જ્યાં તેમણે તાલુકા ભાજપ કાર્યાલય સામે સમર્થકો સાથે ડાન્સ કર્યો હતો. ઉપરાંત ભાજપના નેતા વિરૂદ્ધ ભારે સુત્રોચાર કર્યો હતો જેને લઈ રાજકીય માહોલ ગરમાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો