તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણમાં આ કેવો ભેદભાવ?:પલસાણાની કણાવ PHCએ વેક્સિન મુકાવવા ગયેલા પરપ્રાંતીય પરિવારને ‘આ રસી તમારા માટે નથી’ એમ કહી તગેડી મુકાયો

પલસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • બાદમાં ભેદભાવનો વિરોધ કરનારા અન્ય યુવકને રસી મૂકવામાં આવી

પલસાણા તાલુકાના તમામ 4 PHC કેન્દ્રમાં વેક્સિનેશન કેમ્પની કામગીરી ઘણી શાંતિમય રીતે ચાલી રહી છે, પરંતુ કણાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તક ચાલતા કેમ્પમાં પક્ષાપક્ષી હોવાનું લોકો કહી રહ્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓની જગ્યાએ ચોક્કસ રાજકીય પક્ષના માણસો કહે તેમને જ કૂપન તેમજ તેમના કહેવાથી રસી વહાલદવલાની નીતિથી મૂકવામાં આવી રહી હોવાની ચર્ચા જોવા મળે છે.

પરપ્રાંતીય માટે રસી નથી એમ કહી કાઢી મૂક્યા
શનિવારના રોજ કણાવ પીએચસી દ્વારા પલસાણા સદગુરુ કોલોની ખાતે આવેલી આંગણવાડીમાં રસીનો કેમ્પ રાખ્યો હતો. ત્યાં કેટલાક નજીકમાં રહેતા અને ચાલારી ચલાવતા પરપ્રાંતીયો રસી મુકાવવા માટે ગયા તો તેમને પરપ્રાંતીયો માટે આ રસી નથી ? એમ કહી કાઢી મૂક્યા હતા. એવામાં એક ચાની લારી ચલાવતા રાજસ્થાની યુવક દ્વારા પીએચસીના કર્મચારી અને કેટલાક બની બેઠેલી રાજકીય વ્યક્તિઓને મને લેખિતમાં લખી આપો કે આ રસી પરપ્રાંતના લોકો માટે નથી, માત્ર સ્થાનિક માટે જ આવી છે. એવું લેખિત માગતાં આ વ્યક્તિને રસી મૂકવાની ફરજ પીએચસીના કર્મચારીઓને પડી હતી.

અગાઉ પણ પક્ષપાત કર્યો હતો
અગાઉ પણ પલસાણામાં કેમ્પ યોજાયા એમાં પક્ષપાતનું વલણ જોવા મળ્યું હોવાની ચર્ચા પણ પલસાણામાં જોવા મળી હતી. આ અંગે તાલુકા આરોગ્ય અધિકારી મધુ ઇજામોરને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ‘અમને કોઈ જાણ નથી, મારા ધ્યાનમાં આવો કોઈ બનાવ આવ્યો નથી’ કહી હાથ ઊચા કરી લીધા હતા.