તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:દસ્તાનના રેલવે બ્રિજ પાસે કેમિકલ વેસ્ટ ઠલવાતાં રોષ, પોલીસે GPCB ને જાણ કરી તપાસ માટે સેમ્પલ લેવડાવ્યા

પલસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાત્રીના અંધારામાં દસ્તાન ગામે આવલ રેલવે બ્રિજ પાસેથી પસાર થતો ખેતરડીના કાચા રસ્તા પર અજણાયા શખ્સે 60 જેટલી પ્લાસ્ટિકની મોટી બેગ ભરીને ઇન્ડસ્ટ્રીઝ વેસ્ટ ફેંકી જતા સરપંચે પોલિસ ફરિયાદ આપી હતી.

મળતી માહિતી અનુસાર ગત શુક્રવારે વહેલી સવારે પલસાણા દસ્તાનના સરપંચ નિતીનસિંહ મહેન્દ્રસિંહ ઠાકોરનાઓને ગામના કેટલાક ખેત માલિકોએ ફરિયાદ કરી હતી કે દસ્તાન ફાટક નજીકથી પસાર થતા ખેતરાળ વાળા રસ્તા પર 60 જેટલા પ્લાસ્ટિકના મોટા કોથળામાં દુર્ગંધ યુક્ત પ્રદાર્થ કોઈક ઠાલવી ગયું છે. સરપંચે ઘટના સ્થળે તપાસ કરતા પ્રાથમિક દષ્ટિએ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ જણાઈ આવ્યું હતું. ઘટના અંગે સરપંચે પલસાણા પોલિસમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી અને પલસાણા પોલિસ GPCBને જાણ કરી વેસ્ટના સેમ્પલ લેવડાવ્યા હતા સેમ્પલના રિપોર્ટ બાદ પોલીસની આગળની કામગીરી હાથ ધરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...