તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:ચલથાણની 25 વર્ષ જૂની સોસાયટીમાં પેવર બ્લોક નહીં મૂકાતા લોકોમાં આક્રોશ

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચલથાણ ગામની 25 વર્ષ જૂની સોસાયટીમાં આજ દિવસ સુધી બ્લોક નહિ નખાતા રહીશોમાં આક્રોશ છે. - Divya Bhaskar
ચલથાણ ગામની 25 વર્ષ જૂની સોસાયટીમાં આજ દિવસ સુધી બ્લોક નહિ નખાતા રહીશોમાં આક્રોશ છે.
  • સોસાયટીના રહીશોએ પંચાયત પર રોષ ઠાલવ્યો

પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલી 25 વર્ષ જૂની સોસાયટીમાં આજદિન સુધી પેવેર બ્લોક કે RCC રોડ નહિ બનતા સોસાયટીના રહીશોએ પંચાયત પર રોષ ઠાલવ્યો હતો. ચલથાણ રામકબીર સોસાયટીમાં અદાજત 500થી વધુ મકાનો છે અને આ સોસાયટી 25 વર્ષ જૂની છે. અહીંના રહીશોએ જણાવ્યું હતું કે સોસાયટીના આગળના ભાગે 20થી વધુ દુકાનો છે.

આજદિન સુધી આ સોસાયટીમાં પેવેર બ્લોક નાખવામાં આવ્યા નથી, જેના કારણે વરસાદી પાણી ભરાવવાથી ચોમાસામાં કાદવની સમસ્યા જોવા મળે છે પંચાયતમાં કેટકેટલીય વાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી ધ્યાને નહિ લેતાં સોસાયટીના રહીશોએ સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો હતો.

રહીશોના જણાવ્યા અનુસાર ગામમાં કેટલીક જગ્યાએ RCC રોડ હોવા છતાં તેના પર બ્લોક નાંખી ગ્રાન્ટનો દૂર ઉપયોગ કર્યો છે, જ્યારે અહીં 25 વર્ષમાં એક પણ વાર બ્લોક ફિટ કર્યા નથી. અહીં સોસાયટીમાં તાલુકાનું સૌથી મોટું અને એક માત્ર સાઈબાબાનું સાઈધામ મંદિર છે. દર ગુરુવારે હજારો સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાથે આવે છે. કાદવ કીચડના કારણે ભારે અગવડતાનો સામનો કરવો પડે છે. રહીશોની માંગ છે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે.

વગદારના આંગણે જ બ્લોક નાંખતા હોવાની ફરિયાદ
સોસાયટીના રહીશોએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ચલથાણ પંચાયતમાં ફક્ત રાજકીય વગ ધરાવતા લોકોના જ કામો થાય છે. ચલથાણમાં મોટાભાગની સોસાયટીઓમાં RCC રોડ પર બ્લોક જડી દેવામાં આવ્યા છે તો કેટલીક જગ્યાએ આજે પણ કાદવ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...