તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:કડોદરા પાલિકાને એરિયા બેઈઝ આકારણી કરવા ગાંધીનગરથી હુકમ ,ચૂંટણી ટાણે માહોલ ગરમાયો

પલસાણા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આકારણી મુદ્દે વિપક્ષના નેતાની રજુઆત બાદ મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન કમિશ્નરની ફટકાર

પલસાણા તાલુકાનું કડોદરા ગ્રામપંચાયતમાંથી નગરપાલીકા અસ્તીત્વમાં આવ્યા બાદ નગરની આકારણી એરીયા આધારે કરવાની હોવાની જોગવાય છે, છતા પાલિકા દ્વારા ગ્રામ પંચાયતના સમયમાં મુડી રૂપી કીમતને આધારે કરવામાં આવેલ આકારણીને લઇ મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશન ગાંધીનગરના કમીશ્નર રાજકુમાર બેનીવાલ દ્વારા કડોદરા પાલીકાને ફટકાર લગાવી છે . નગર પાલીકા જ્યારથી અસ્તીત્વમાં આવી છે . ત્યારથી આકારણી અધીનીયમ અનુસાર એરીયાબેજ આકારણી કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે.

કડોદરા ગ્રામ પંચાયત 2015ની સાલમાં નગરપાલીકાં તરીકે અસ્તીત્વમાં આવી ત્યારથી ગુજરાત નગર પાલીકા અધીનીયમ 1963ની જોગવાઇઓ લાગુ પડતી હતી તેમ છતા પાલિકા દ્વારા પંચાયત અધીનીયમ ની જોગવાઇ અનુસાર મિલકતોની આકારણી કરવામાં આવતી હતી. જેથી આ અંગે કડોદરા નગર કડોદરા નગર પાલીકાના વિરોધ પક્ષના નેતા દેવેન્દ્રભાઇ ઝાપટીયા દ્વારા અધીનીયમ 1963ની કમલ 258 (1) હેઠળ નગર પાલીકામાં 2015 પછી કરવામાં આવેલ ઠરાવ ગેરલાયક જાહેર કરવા અને કમલ 99 (ક) અનુસાર એરીયા બેઇજ આધારે આકારણી કરવા અંગે પ્રાદેશીક કમિશ્નરની કચેરીએ દાદ માગેલ હતી. પ્રાદેશીક કચેરીએ દેવેન્દ્રભાઇની અરજીને દફતરે કરી હતી.

જેથી તેમણે ઉપલી કોર્ટ મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશન કમીશ્નર રાજકુમાર બેનીવાલમાં દાદ માંગી હતી. જ્યાં કડોદરા નગરપાલીકા દ્વારા એરીયા બેઇજ આધારે આકરણી કરવાની હતી. ત્યાં પાલીકા દ્વારા કેપીટલ વેલ્યુ આધારે કરવામાં આવેલ આકાણીને ગેરકાયદેસર ગણી હતી અને ગુજરાત નગર પાલીકા અધીનીયમ 1963ની કલમ 99(ક) અનુસાર કાર્પેટ એરીયા આધારે તેમજ શહેરી વિકાસ વિભાગના 11/ 04/2008ના નીયમો અનુસાર મિલકતોની આકરણી કરવાની રહેતી હોવા છતા તેનો અમલના થયલે હોવાનું જણાવ્યું હતું અને જ્યારથી પાલીકા અસ્તીત્વમાં આવી તે તારીખથી કાર્પેટ એરીયા આધારે મિલકત વેરાની આકારણી કરવાનું જણાવ્યુ હતુ. આમ કડોદરા નગર પાલીકાને આકારણી મુદ્દે ફટકાર લગાવતા કડોદરા નગરમાં ફરી આકરણી રીવાઇઝ કરાશે.

ચુકાદો ઓફિસિયલી હજુ અમારી સુધી આવ્યો નથી
આ ચુકાદો ઓફીસીયલી હજુ સુધી અમારી પાસે આવ્યો નથી પરંતુ હુકમ જોતા આકારણી રીવાઇજ કરવા માટે જણાવ્યું છે. તે માટે આવનારા દિવસોમાં આકારણી રિવાઇઝ કરવા માટે આઉટ સોસીંગ ઉપર કર્મચારીઓને લઇ એરીયા વાઇઝ આકરણી કરવામાં આવશે. - ચીફ ઓફીસર, મિતલબેન ભાલાળા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો