ધરપકડ:કડોદરા રોડ પરથી 1 કિલો ગાંજા સાથે એક ઝડપાયો, 16 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

પલસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડોદરા રોડ પરથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે 1 કિલોનો ગાંજો ઝડપી પાડ્યો હતો. કડોદરા રોડ પરથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગાંજો ઝડપતા જ સુરત એસઓજી હરકતમાં આવી હતી અને પલસાણા વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.

સુરત જિલ્લામાં ગતરોજ પલસાણાના આયોજન રેસિડન્સી એપાર્ટમેંટના ફ્લેટમાંથી એસઓજી પોલીસે 1 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિ પવન હીરદયરામ વર્મા (પલસાણા) ને ઝડપી પાડ્યો હતો. જ્યારે ગાંજો પૂરો પાડનાર મહેશ રાય (જોળવા) ને વોંટેડ જાહેર કર્યો હતો. સુરત શહેર અને જિલ્લામાં આ નશીલા પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે.પોલીસે 10 હજારનો ગાંજો એક મોલબાઇ સહિત 16 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...