તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:તાંતીથૈયા ગામેથી વધુ એક કુટણખાનું ઝડપાયું

પલસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

પલસાણા તાલુકાનું ઔદ્યોગિક હબ ગણાતું તાંતીથૈયા દેહ વેપારના દુષણને કારણે પણ બદનામ છે. શનિવારે કડોદરા પોલિસ ટીમે તાંતીથૈયાખાતે સોનિપાર્ક 2 માં શાકભાજી માર્કેટની પાછળ આવેલ રાજુભાઇ ગુપ્તાની બિલ્ડિંગમાં રેડ કરી હતી પોલિસે અહીં વિવિધ રાજ્ય માંથી આવેલી 4 યુવતિઓ દેહવીક્રિયના વ્યવસાય માંથી છોડાવી હતી.

પોલીસે રેડ દરમિયાન ઝડપાયેલો ગ્રાહક એવો નવસારી દશેરા ટેકરી રહેતો મિતેષભાઈ નટુભાઈ ઓડ, અને બિલ્ડિંગના ભાડે રૂમ રાખી કુટણ ખાનું ચલાવતો અને મૂળ પશ્ચિમ બંગાળનો અને હાલ તાંતીથૈયા સોનીપાર્ક 2 માં રહેતો રાજેશભાઈ મહાદેવભાઈ દત્તની ધરપકડ કરવામાં આવી હતી. પોલિસ પૂછપરછમાં ઝડપાયેલી યુવતીઓએ કબુલ્યું હતું કે રાજેશ ગ્રાહક દીઠ 1000 વસુલતો હતો.

અને અમને ગ્રાહક દીઠ 500 યુવતીઓને સાંજે હિસાબ કરી આપતો હતો. આમ રાજેશ પોતાના અંગત સ્વાર્થ માટે રૂપિયા કમાવવા કુટણખાનું ચલાવતો હોવાનું ખુલ્યું હતું પોલીસે ઘટના સ્થળેથી રોકડ સહિત બે મોબાઈલ મળી 11,790નો મુદ્દામાલ કબ્જે કરી, ધી ઇમોરલ (પ્રિવેંશન) એકટ 1956 હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...