તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વડદલામાં થયેલી અથડામણમાં 9 વિરુદ્ધ કોરોના ગાઇડલાઇન ભંગ બદલ ગુનો

પલસાણા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બંને જૂથ વચ્ચે સમાધાન થતાં મારામારી અંગેની ફરિયાદ થઇ ન હતી

પલસાણા તાલુકાનાં વડદલા ગામે ધૂળેટીના દિવસે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં સાતથી વધુ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી આ પ્રકરણમાં જેતે સમયે બને જૂથના આગેવાનો મધ્યસ્થી કરી સમાધાન આણ્યું હતું. જેથી પોલીસે જે તે સમયે ગુનો નોંધ્યો ન હતો. જોકે ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, જે સંદર્ભએ મીડિયામાં આ અંગે અહેવાલ પ્રસિદ્ધ થતાં પલસાણા પી.એસ.આઈએ કોરોના ગાઈડલાઇન અંગે ગુનો નોંધ્યો હતો.

પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વડદલા ગામની સીમમાં ગત 29 માર્ચે ે વડદલાના આદિવાસી યુવાનો બાઇક લઈને તાતીઝગડાની સીમમાંથી પસાર થતાં હતા. ત્યારે મોટરસાઇકલ પૂરઝડપે ચલાવવા બાબતે થયેલા વિવાદ બાદ બંને પક્ષો વચ્ચે વિવાદ વકર્યો હતો અને બંને પક્ષના ટોળાં સામ સામે આવી જઈ પથ્થર મારો કર્યો હતો. જોકે જેતે સમયે બને પક્ષના આગેવાનોએ મધ્યસ્થી કરી સમાધાન કરાવ્યુ હતું.

પરંતુ વિવાદ અંગે સોશિયલ મીડિયામાં તેમજ સમાચાર પત્રોમાં અહેવાલ પ્રસિદ્ધ થતા પી.એસ.આઈ સી.એમ.ગઢવીએ ફરિયાદી બની કોરોના ગાઈડ લાઇન ભંગ અંગે ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી.કલેક્ટરનું જાહેરનામું હોવા છતાં ટોળું કત્રિત થઈ લોકોમાં સંક્રમણ વધે તેવી બેદરકારી દાખવી પોતે માસ્ક નહીં પહેરી જાહેરનામાનો ભંગ કર્યો હોય 9 વિરુદ્ધ નામજોગ ફરિયાદ તેમજ અન્ય ટોળાં સામે પણ પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો
વિજય પટેલ, કેતન પટેલ, રોનક પટેલ, વિજય પટેલ, ભરત પટેલ ( તાતીઝગડા, પલસાણા) રાજુ રાઠોડ, દીપક રાઠોડ, અજય રાઠોડ, હિતેશ રાઠોડ ( વડદલા).

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો