તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નશોમાં ડ્રાઇવિંગ કરી મુસાફરોનો જીવ જોખમમાં મુકનારા ડ્રાઇવર સામે ગુનો

પલસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓલપાડથી ધમરપુર જઇ રહેલી એસટીની ઘટના

દારૂનો નશો કરી ડ્રાઇવરે એસટી બસ બેફામ ચલાવતા અંદર બેસેલા મુસાફરોનો જીવ તાળવે ચોટ્યો હતો. આખરે ભયભીટ બનેલા મુસાફરોએ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા પોલીસે દારૂડિયા ડ્રાઇવરની અટક કરી હતી. ઘટના અંગે પલસાણા પોલિસે શનિવારના રોજ એક એસ.ટી. બસ ડ્રાઇવર વિરૂદ્ધ ડ્રિંક્સ એન્ડ ડ્રાઈવનો ગુન્હો દાખલ કર્યો છે.મળતી માહીતી અનુસાર ઓલપાડ ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા પ્રકાશભાઈ કમજીભાઇ અંસારી જેઓએ શનિવારના રોજ ઓલપાડ બસ સ્ટેશનથી બસ નંબર GJ 18 Y 9300 ને લઇ ધરમપુર જવા નીકળ્યા હતા .

ત્યારે તેઓએ દારૂના નશાની હાલતમાં બસ ચલાવી રહ્યા હોવાની બસ આખા રસ્તે આમથી તેમ જતી હોવાથી અંદર બેઠેલ મુસાફરોનો જીવ પણ તાળવે ચોટી ગયા હતા.જે દરમિયાન મુસાફરોએ પલસાણા તાલુકાના દસ્તાન ફાટક નજીક બસને ઉભી રખાવી પોલીસ કંટ્રોલમાં આ અંગે જાણ કરી હતી . જેને લઇ પલસાણા પોલીસે સ્થળ પર જઇ તપાસ કરતા બસ ડ્રાઇવર પ્રકાશભાઈ કમજીભાઇ દારૂના નસાની હાલતમાં ઝડપાયા હતા .

અન્ય સમાચારો પણ છે...