તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિકની સમસ્યા:ચલથાણ-કડોદરાના માર્ગો પર રખડતાં ઢોરોના કબજો,વાહનચાલકો મુશ્કેલીમાં

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રખડતાં ઢોરોના કારણે ટ્રાફિકની સમસ્યા વકરવાની સાથે અકસ્માતો વધ્યા

પલસાણા તાલુકાના કડોદરા નગર તેમજ ચલથાણ, વરેલી, તાતીથૈયા જવા ઔધોગીક વિસ્તારોમાં ઠેર ઠેર જાહેર માર્ગો પણ રખડતા ઢોર તેમજ આખલાઓ પોતાનો અડીંગો જમાવીને બેસી જાય છે. જેને લઇ અનેક લોકોને પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમ છતા તંત્રની લાપરવાહીને કારણે સ્થાનીક વાહન ચાલકો રોજ ે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પલસાણા તાલુકાના કડોદરા, ચલથાણ, વરેલી, જોળવા તેમજ તાંતીથૈયા જેવા ગામોમાં પસાર થતા નેશનલ હાઇવે નંબર 6 તેમજ આંતરીક માર્ગો પણ છેલ્લા કેટલાય વખતથી ઠેર ઠેર રખડતા ઢોર તેમજ આખલાઓ પોતાનો અડીંગો જવાવીને બેસે છે.

જેને લઇ સુરત બારડોલી હાઇવે પર સતત ટ્રાફીક ચક્કાજામ જોવા મળે છે. જેમાં અનેક વાર ૧૦૮ જેવી ઇમરજન્સી સેવાની ગાડીઓને પણ ટ્રાફીકનો સામનો કરવો પડે છે. કડોદરા વિસ્તારમાં હાઇવે પર તેમજ ચલથાણ મેઈન બજારમાં વિવિધ સ્થળે રખડતા ઢોર રસ્તા વચ્ચે જ પોતાની અંડિગો જમાવી બેસી જાય છે. તો બીજી તરફ કડોદરાથી સૂરત જતા હાઇવે પર વરેલી ગામ નજીક બીઆરટીએસનું બસસ્ટોપ તેમજ ગામમાં જવાનો મુખ્ય માર્ગ જાણે ઢોરનો તબેલો હોય તેવા દ્રશ્યો રોજીદા બની ગયા છે. ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા વિચારવાની જરૂર છે.

અગાઉ પણ ઢોરના કારણે અનેક અકસ્માત
ચલથાણ ગામના ઉપસરપંચની મોટરસાઇકલ થોડા મહિના અગાઉ ગાયના અડફતે આવતા અકસ્માત સર્જાયો હતો જેમાં માથામાં ટાંકા લેવાની નોબત આવી હતી. તો બીજી તરફ થોડા વર્ષો અગાઉ ચલથાણ બજારમાં એક મહિલાએ આખલાએ સિંગડામાં ભેરવી ઉછળતા મહિલા મોતને ભેટી હતી. બજારમાં આવેલી દુકાનોમાં આંખલાના કારણે નુકશાન વેઠવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. રસ્તા વચ્ચે બેઠેલા ઢોરના કારણે અકસ્માતો થયા છે. છતાં આજ દિવસ સુધી આ બાબતે નક્કર પગલાં લેવાયા નથી.

અન્ય સમાચારો પણ છે...