માર્જિન છોડવા જણાવાયું:બલેશ્વરમાં સબ ડ્રેઈનની બાજુમાં દબાણ હટાવવા બે મિલને નોટિસ

પલસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પલસાણાની બલેશ્વર ખાડી પર દબાણ કરનાર મિલને નોટિસ. - Divya Bhaskar
પલસાણાની બલેશ્વર ખાડી પર દબાણ કરનાર મિલને નોટિસ.
  • સરકારની ગાઈડલાઇન મુજબ કુદરતી ડ્રેઇનથી યોગ્ય માર્જિન છોડવા જણાવાયું

ગુજરાત સરકાર નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ સચિવાલય ગાંધીનગર કચેરીના ના. કા. ઇજનેર દ્વારા સ્થળ મુલાકાત લેતા સબ ડ્રેઈનની બાજુમાં માર્જિન છોડેલ ન હોવાનું જાણવા મળ્યુ છે.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામ ખાતે સબ ડ્રેઈનની બાજુમાં દબાણ હટાવવા બે મિલોને સચિવાલય ગાંધીનગર કચેરી દ્વારા નોટિસ ફટકરાય. ગુજરાત સરકાર નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ સચિવાલય ગાંધીનગર કચેરીના નાયબ કાર્યપાલ ઇજનેર તથા પ્રતિનિધિઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરતા સબ ડ્રેઈનની બાજુમાં માર્જિન છોડેલ ન હોવાનું જણાતા તેઓ દ્વારા બિનધિકૃત બાંધકામ તાકીદે દૂર કરવાનો હુકમ કરતી નોટિસ ફટકરાઈ. ગત 29.9.2021ના રોજ ગુજરાત સરકાર નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ સચિવાલય ગાંધીનગર કચેરીના નાયબ કાર્યપાલ ઇજનેર તથા પ્રતિનિધિઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરતા બે મિલો પૈકી બ્લોક નં. 183, ને.હા.નં. 48, હોટલ રિલિફની પાસે, બલેશ્વર, તા. પલસાણા, જી. સુરત ખાતે આવેલ રાવત કેડિયા પ્રોસેસર્સ પ્રા.લિ. અને પ્લોટ નં. 2 બ્લોક નં. 194, ને.હા.નં. 48, બલેશ્વર, તા. પલસાણા, જી. સુરત ખાતે આવેલ વિષ્ણુપ્રિયા ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મિલ પ્રા.લિ. દ્વારા સબ ડ્રેઈનની બાજુમાં માર્જિન છોડેલ ન હોવાનું જણાવા મળેલ હતુ.

જે સંદર્ભે બન્ને મિલોને નોટિસ આપવામાં આવી હતી. આપેલ નોટિસમાં જણાવેલ હતુ કે, સચિવાલય ગાંધીનગર કચેરીના નાયબ કાર્યપાલ ઇજનેર અને પ્રતિનિધિઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરતા ઉક્ત જમીન પૂર્વ-પશ્ચિમ તરફ વહેતી બલેશ્વર સબ ડ્રેઈનની બન્ને તરફ માર્જિન છોડવામાં આવેલ નથી અને સાઇટ પુરાણ કરી બાંધકામ કરેલ માલૂમ પડે છે. સરકારના અનુસંધાનિક પત્ર-2 થી મિલ માલિકોને જણાવવાનું કે, ઠરાવ પેરા નં-1 થી “જે વિસ્તારમાં જી.ડી.સી.આર. ની જોગવાય લાગુ ન પડતી હોય તેવા વિસ્તારમાં કેનાલ/ડ્રેઈનમાં સરકારી સંપાદિત જમીન હોય તેવા સ્થળોએ સંપાદિત સ્થળોએ સંપાદિત જમીનની હદથી 12 મીટર માર્જિન છોડવાનું રહેશે. તેમજ કુદરતી ડ્રેઈન હોય તેવા સંજોગોમાં ડ્રેઇનની હદથી 12 મીટર માર્જિન રખવાનું રહેશે.” તથા પેરા નં-3 થી “જે વિસ્તારમાં જી.ડી.સી.આર. લાગુ પડે છે તેવા વિસ્તારમાં જી.ડી.સી.આર. ની જોગવાય મુજબ વોટર બોડીસથી માર્જિન છોડવાનું રહેશે. તેમજ જી.ડી.સી.આર. ની જોગવાયમાં નિયત સમયે અંતરે વોટર બોડીસથી માર્જિન માટે થયેલ સુધારા આપોઆપ લાગુ પડશે.”

આમ બન્ને મિલ ધારકો દ્વારા કરવામાં આવેલા બાંધકામ તાકીદે દૂર કરી સરકારની ગાઈડલાઇન મુજબ કુદરતી ડ્રેઇનથી યોગ્ય માર્જિન છોડવાની કાર્યવાહી કરી તે કચેરીને જાણ કરવા હુકમ કરવામાં આવેલ હતો. તેમજ જો આ કામગીરી કરવામાં વિલંબ કરશે તો તેઓ વિરુધ્ધ સરકારી ધારા ધોરણ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવાનું પણ જણાવવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...