કામગીરી:કડોદરામાં 4 હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી નોટિસ

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર સેફ્ટી નહીં લાગે ત્યાં સુધી દર્દી લેવાની મનાઈ ફરમાવી

કડોદરા નગરપાલિકા વિસ્તારમાં આવેલી 4 હોસ્પિટલ પાસે ફાયર એનઓસી ન હોવાના કારણે કડોદરા નગરપાલિકા દ્વારા હોસ્પિટલની બહાર જાહેર નોટિસનું બોર્ડ મારી દર્દીઓને દાખલ નહીં કરવાની સૂચના આપવામાં આપી છે. પલસાણાના કડોદરા નગરમાં જીઇબી કાર્યાલયની બાજુમાં કેર હોસ્પિટલ તેમજ સાંઈ આર્શીવાદ કોમ્પ્લેક્ષમાં કેબીસી ચિલ્ડ્રન હોસ્પિટલ, મજુલાબેન હોસ્પિટલ તેમજ નીલમ હોટલની બાજુમાં ખુશી હોસ્પિટલને ફાયર એનઑસી લેવા જણાવ્યુ હતું. છતાં હોસ્પિટલ દ્વારા ફાયર એનઓસી વિના હોસ્પિટલ ચાલુ રાખી હતી. જેથી કડોદરા પાલિકા ચારે હોસ્પિટલમાં જાહેર ચેતવણીવાળું સ્ટિકર બોર્ડ મારી ફાયર એનઓસી ના મળે ત્યાં સુધી હોસ્પિટલને દર્દીને દાખલ કરવાની મનાઈ ફરમાવી છે. જો હોસ્પિટલમાં દર્દી દાખલ કરવામાં આવશે તો કાનૂની રાહે સખત ફોજદારી કાર્યવાહી કરવા જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...