કાર્યવાહી:વરેલીમાંથી 24 કલાકમાં 58 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાતા ચકચાર

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પલસાણાના વરેલી ખાતેથી ઝડપાયેલો વિદેશી દારૂ. - Divya Bhaskar
પલસાણાના વરેલી ખાતેથી ઝડપાયેલો વિદેશી દારૂ.
  • વરેલી તેમજ અંત્રોલી ગોડાઉનમાં કાપડના પાર્સલની આડમાં દારૂ સંતાડાયાની ચર્ચા હકીકત
  • સ્ટેટ મોનીટરીંગ સેલે 503 પેટી ભરેલું કન્ટેનર ઝડપ્યું તો પોલીસે ગોડાઉનમાં 550 પેટી ઝડપી

પંચાયતની ચૂંટણી તેમજ 31 ડિસેમ્બરને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, એવા સમયે પોલીસની દારૂની થતી મોટાપાયેની હેરફેર પર ચાંપતી નજર રહી છે. બુધવારના રોજ સ્ટેટ વિજલિન્સની ટીમે બાતમી આધારે મહારાષ્ટ્રના નાસિકથી કન્ટેનરમાં 503 પેટી વિદેશી દારૂ ભરી સુરત શહેરમાં આવી રહેલા કન્ટેનરને વરેલી ખાતેના એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનના ખુલ્લી જગ્યામાંથી ઝડપી પાડ્યું હતું. બીજા દિવસે સ્થાનિક પોલીસને પણ અચાનક બાતમી મળી અને વરેલીના એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં મુકેલી 550 પેટી દારૂની ઝડપી હતી.

સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને બુધવારે બાતમી આધારે કડોદરા પોલીસ મથકના વરેલી ગામના માતા ટ્રાન્સપોર્ટના ગોડાઉનના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલું કન્ટેનર નંબર MH 46 AF 6305 માં બેઠેલા ચાલકને ઝડપી સિલ બંધ કન્ટેનરના દરવાજા ખોલાવી તપાસ કરતા તેમાં રહેલા ખાખી પુઠાના મોટા બોક્ષના જુદાજુદા બ્રાન્ડની દારૂની 503 પેટીમાં જેમાં 17,122 નંગ બોટલો મળી આવી હતી

મોનીટરીંગ સેલના અધિકારીએ ડ્રાઇવર મોહનલાલ ભગીરથ રામ બીસનોઈ (રહે.ગોલીયા. સેવરી મહોલ્લો તા.બિનમાલ જી.જાલોર રાજસ્થાન)ની ધરપકડ કરી પુછપરછ કરતા ડ્રાઇવરે કબુલ્યું હતું કે આ દારૂ ભરેલું કન્ટેનર મૂળ રાજસ્થાનનો અને હાલ સુરત ખાતે રહેતો ભેરૂસીંગ રાજપૂત નામનો ઇસમ તેને મહારાષ્ટ્રના નાસિકથી લાવી ગુજરાતના બોર્ડર સુધી દારૂ ભરેલું કન્ટેનર આપી જતો જે બાદ તે અહીં વરેલી ખાતે થોભવાનું કહેતો અને અહીંથી એ ભેરુસિંગ ફરી આ ભરેલું કન્ટેનર લઈ સુરત શહેરમાં ક્યાંક જતો,

આ એક ટ્રીપ બદલ તેને 20 હજાર આપવામાં આવતા હતા. આમ ડ્રાઇવરએ ભેરુસિંગને ત્રણ ટ્રીપ મારી આપી હતી. મોહનલાલ હાલ ને.હા 48 પર આવેલ રામદેવ હોટલ ખાતે રોકાયેલ હોવાનું કબુલ્યું હતું આમ સ્ટેટ મોનીટરીંગ સેલે કન્ટેનરના ડ્રાઇવર મોહનલાલ બીસનોઈની અટકાયત કરી દારૂ ભરેલું કન્ટેનર આપનાર ભૈરૂસિંગ રાજપૂત તેમજ દારૂ મગવનાર અને આપનારને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ પ્રોહી એકટ હેઠળ ગુન્હો દાખલ કરી 27,91,400 નો વિદેશી દારૂ તેમજ 16 લાખનું કન્ટેનર તેમજ મોબાઈલ મળી 44,00,270 નો મુદ્દમાલ કબ્જે કર્યો હતો.

બીજા દિવસે કડોદરા જી.આઈ.ડી.સી. પોલિસ પણ અચાનક હરકતમાં આવી અને વરેલીના એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં સંતાડેલી 550 વિદેશી દારૂ તેમજ બિયરની પેટી ઝડપી પાડી હતી. જે તપાસમાં ખુલ્યું હતું કે મૂળ સુરતના વિજયભાઈ જ્યંતિભાઈ ઉર્ફે જેરામભાઈ વસોયાએ વરેલી ખાતેનું પોતાનું માલિકીનું ગોડાઉન વધારે ભાડું કમાવવાની લાલચમાં વરેલી ખાતે અંબિકા કાફેના પાછળ રહેતા મહેન્દ્રસિંહ ખીમસિંહ ચૌહાણને આપ્યું હતું જેઓ થ્રિવીલહર ટેમ્પા GJ 05 BU 2716 મારફતે આ ગોડાઉનમાંથી દારૂની પેટીઓ સુરત શહેરમાં વીવિધ જગ્યાએ સપ્લાય કરતા હોવાનું જાણવા મળ્યું હતું.

પોલિસે આ બને ઈસમ વિરુદ્ધ પોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી ટેમ્પો તેમજ ગોડાઉનમાં સંતાડેલી વિદેશી દારૂના 550 બોક્ષ જેમાં 14,892 બોટલ મળી 29,62,560ની કિંમતનો વિદેશી દારૂ કબ્જે કરી 31,84,880 નો મુદ્દમાલ કબ્જે કર્યો હતો આમ કડોદરા પોલિસ મથકના વરેલીના ગોડાઉન વિસ્તારમાંથી 24 કલાકમાં 58 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયા બુટલેગર આલમમાં સોંપો પડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...