ધરપકડ:બગુમરાની દુકાનમાં સંતાડેલો 35 કિલોથી વધુ ગાંજો ઝડપી પાડ્યો

પલસાણા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
બગુમરા ગામેથી ગાંજાના જથ્થા સાથે પકડાયેલા આરોપીઓ. - Divya Bhaskar
બગુમરા ગામેથી ગાંજાના જથ્થા સાથે પકડાયેલા આરોપીઓ.
  • દુકાનમાં ગાંજો રાખી વિવિધ વિસ્તારમાં સપ્લાય કરવામાં આવતો હતો

ઔદ્યોગિક એકમોંનું હબ ગણાતા પલસાણા તાલુકામાં પરપ્રાંતીય મોટાભાગના કામદારો વિવિધ નશો કરવા ટેવાયેલા છે, થોડા થોડા દિવસના અંતરે અહીં જુદાજુદા નશીલા પ્રદાર્થો પોલિસને હાથ લાગતા હોય છે. સોમવારના રોજ સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશનની ટીમને બગુમરા ખાતેથી એક દુકાનમાં છુપાવીને રાખેલો અંદાજીત 35 કિલોથી બધું ગાંજો હાથ લાગ્યો હતો. પોલિસે આ ગુન્હામાં સંડોવાયેલા 2ને દબોચી વધુ તપાસ હાથધરી છે.

સોમવારના રોજ સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ટીમના એ.એસ.આઈ.ભુપેન્દ્રભાઈ અંબિકાપ્રસાદ શુકલા તેમજ એ.એસ.આઈ.રાજેન્દ્રભાઈ બંસીલાલનાઓ પલસાણા પોલિસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા. ત્યારે સંયુક્ત રહે બાતમી મળી હતી, કે બગુમરાના ગોવિંદજી પાર્ક સોસાયટીમાં આવેલ સાંઈ શ્રદ્ધા રેસિડેન્સીની ગ્રાઉડ ફ્લોર પર આવેલ દુકાન નંબર 2માં ટીંકુ તથા દિપકનામના ઇસમે દુકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજો લાવીને રાખ્યો હોવાની બાતમી મળતા એસ.ઓ.જી.ની ટીમે બાતમી વાળા સ્થળે તપાસ કરતા દુકાનમાંથી પ્લાસ્ટિકના ગુણના ભરેલો 35 કિલો 876 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

પોલિસે 3,58,760 લાખની કિંમતનો ગાંજોનો મુદ્દમાલ કબ્જે લઈ આરોપમાં સન્ડોવાયેલા મૂળ બિહારના બેગુસરાઈ જિલ્લાના ટીંકુકુમાર નાગેશ્વર સિંગ (26) (હાલ રહે.જોળવા પાટિયા જે.બી.કોમ્પ્લેક્ષના ઉપર ચાલમાં તેમજ બિહારના શિવહર જિલ્લાના અને હાલ દીપકભાઈ ધર્મેન્દ્રકુમાર કુસ્વાહા (19) નાઓને દબોચી ગાંજો આપનાર સુમિત નામના ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...