લૂંટ:તાંતીથૈયા કેનાલ રોડ પર ચપ્પુ મારીને મોબાઈલ લૂંટી લેવાયો

પલસાણા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામા તહેવારે ચોરી લૂંટની ઘટનાથી લોકોમાં ફફડાટ

પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે કેનાલ ઉપરથી પસાર થતાં શ્રમજીવીને આંતરીને બાઇક પર આવેલા ત્રણ લૂંટારું ચપ્પુથી પેટના ભાગે ઘા કરી મોબાઇલની લૂંટ ચલાવી ફરાર થયા હતા. કડોદરા શાંતિનગરમાં રહેતા રાજુભાઇ હુમજી ભાભોર (26) બ્રેકરમશીનના ઓપરેટર તરીકે કામ કરે છે અને હાલ માધવ પ્રોસેસિંગ મિલમાં જૂનું બાંધકામ તોડવાનું કામ ચાલે છે. સોમવાર રાજુભાઈ મીલમાં કામ માટે ગયા હતા.

ત્યારબાદ 12મીના રોજ સવારે રાજુ મિલમાંથી નીકળીને નહેર વાળા કાચા રસ્તા પરથી શાંતિનગર કડોદરા તરફ એકલો જઈ રહ્યો હતો ત્યારે બાઇક પર આવેલા ત્રણ અજાણ્યાએ રાજુને આંતરી ચપ્પુ બતાવી રોકડ અને મોબાઇલની માંગણી કરી હતી જેથી રાજુએ ના પાડતા બે લૂંટારુંએ રાજુના હાથ પકડ્યા હતા જયારે અન્ય એકે રાજુના પેટમાં અને ખભા તેમજ અન્ય ભાગે ઘા કરી ખિસ્સામાંથી 10 હજારના મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થયા હતા. રાજુ લોહીલુહાણ થોડે દૂર ભાગ્યો હતો. ત્યારબાદ એક કામદારે રાજુને 108ની મદદથી સારવાર માટે સુરત સિવિલ ખસેડાયો હતો. બનાવ અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...